ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

નણંદે ભાભી સાથેના સંબંધો સુમધુર શા માટે રાખવા જોઇએ?

  • નણંદ જો ભાભી સાથે સારા સંબંધો રાખશે તો તેને અનેક ફાયદા થશે
  • જો નણંદ ભાભી સાથે હશે તો તેને સાસરીમાં સેટ થવામાં પણ તકલીફ નહીં થાય
  • ભાઇ અને ભાભી જ માતા-પિતા પછીનો સહારો છે તે ન ભુલો

લગ્ન પછી છોકરી પર ઘણા સંબંધોનો બોજ આવી જાય છે. તેના સાસરિયાંમાં તે પોતાની જાતની કાળજી લીધા વિના બધાને ખુશ રાખે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સાસુથી લઈને ભાભી સુધી દરેકને તેની પાસેથી અપેક્ષાઓ હોય છે. આવી સ્થિતિમાં જ્યાં સાસુ બોલવામાં નિષ્ફળ જાય ત્યાં નણંદ બોલે છે.

નણંદ અને ભાભી વચ્ચેનો સંબંધ મિત્રતાનો છે. જો નણંદ સારી અને સમજુ હોય તો સાસુ ગુસ્સાથી લાલ થાય તે પહેલા તેને શાંત પાડી દે છે અને સાસરીમાં એડજસ્ટ થવું સહેલું બની જાય છે, પરંતુ જો નણંદને તેની ભાભી પસંદ ન હોય તો તેના માટે સાસરીમાં રહેવાનું મુશ્કેલ બની જાય છે. નણંદ ભાભીના સંબંધોમાં પણ અનેક પડકારો હોય છે, પરંતુ બંનેએ સમજવું જોઈએ કે તેઓ એકબીજાનો સહારો છે. આવી સ્થિતિમાં, ભાભીના આગમન પછી, ભાભીને ઘરની વસ્તુઓ સમજવામાં મદદ કરીને મજબૂત સંબંધનો પાયો નાખવાની પ્રથમ જવાબદારી નણંદે લેવી જોઈએ. ભલે તમને તમારી ભાભીની કેટલીક બાબતો પસંદ ન હોય, પરંતુ તેની સાથે તમારા સંબંધો હંમેશા મધુર રાખો, નહીં તો તમારી પાસે પાછળથી પસ્તાવા સિવાય કંઈ જ નહીં બચે.

આ કારણે નણંદે ભાભી સાથેના સંબંધો સુમધુર રાખવા જોઇએ, નહીંતર આવશે પસ્તાવાનો વારો Hum dekhenge news

ભાભી મા સમાન છે

હિન્દુ ધર્મમાં ભાભીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી જ તેમના પ્રત્યે હંમેશા આદરની ભાવના હોવી જોઈએ, પરંતુ ક્યારેક નણંદ પોતાની ભાભીને દુશ્મન માને છે જે ખોટું છે. જો તમે ઇચ્છો છો કે ભાભી તમારી માની જેમ સંભાળ રાખે, તો તમારે પહેલા તેમને પણ એટલો જ પ્રેમ અને આદર આપવો પડશે જે તમે તમારી માતાને આપો છો.

ભાભી માતા-પિતાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે

ભાભીએ સમજવું જોઈએ કે લગ્ન પછી ફક્ત ભાભી જ તેના માતા-પિતાની સંભાળ રાખે છે. તેથી તેને દુઃખી કરવાની ભૂલ ન કરવી જોઇએ. બની શકે છે કે તમારા માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં તેનો ભોગ બનવું પડશે. જો નણંદ ભાભી સાથે સારા સંબંધો રાખશે તો તે સાસરીમાં રહીને પણ તેના માતાપિતાનું ધ્યાન રાખી શકે છે.

આ કારણે નણંદે ભાભી સાથેના સંબંધો સુમધુર રાખવા જોઇએ, નહીંતર આવશે પસ્તાવાનો વારો Hum dekhenge news

ભાભીના લીઘે જ રહે છે પિયર સાથે સંબંધ

એવુ માનવામાં આવે છે કે લગ્ન બાદ છોકરીનુ પિયર તેના માટે પારકુ થઇ જાય છે. ત્યાં તેને કોઈ બોલાવે ત્યારે જ તેણે જવું જોઈએ. માતા-પિતા હયાત હોય ત્યારે છોકરી ગમે ત્યારે પોતાના ઘરે આવી જાય છે, પરંતુ તેમના ગયા જો ભાભી સાથેના સંબંધો સારા નહીં હોય તો તેને કોઇ નહીં બોલાવે. પોતાના પિયર સાથે સારા સંબંધો રાખવા માટે પણ નણંદે ભાભી સાથે સારા રિલેશન રાખવા જોઇએ.

માતા-પિતા પછી ભાઈ-ભાભી જ સહારો હશે

બની શકે તમને આજ સુધી તમારા ભાઈ- ભાભીની મદદની જરૂર ન પડી હોય. માતા-પિતા તમારી નાની-મોટી બધી સમસ્યાઓનું નિરાકરણ કરતા હશે, પરંતુ તેમના ગયા પછી ફક્ત ભાઈ-ભાભી જ તમારો સહારો બની જાય છે. ખાસ કરીને જ્યારે તમને સારું સાસરું ન મળ્યું તેવા સમયે ભાભી યાદ આવશે. આવા સંજોગોમાં તમારે ભાઇ ભાભી સાથે રાખેલા સારા સંબંધો જ કામ લાગશે.

આ પણ વાંચોઃ હાર્ટ એટેકથી બચોઃ જિમમાં વર્કઆઉટ કરતા હો તો રાખો હ્રદયનું ધ્યાન

Back to top button