કેપ્સિકમને રોજિંદા ડાયટમાં સામેલ શા માટે કરવા જોઈએ?
- કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચ એક બેસ્ટ સુપરફુડ છે. તેમાંથી અનેક પ્રકારની ડિશ બનાવી શકાય છે. તે તમને અનેક બીમારીઓથી દુર રાખશે.
કેપ્સિકમ આરોગ્ય માટે ફાયદાકારક છે. આમ તો કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચ બારે મહિના મળે છે, પરંતુ ખાસ કરીને ઠંડીની સીઝનમાં તે વધુ જોવા મળે છે. તે જોવામાં પણ ફ્રેશ લાગે છે. કેપ્સિકમને અમેરિકામાં બેલ પેપરના નામથી પણ ઓળખવામાં આવે છે. યુકેમાં તે પેપરના નામથી ઓળખાય છે. મોટાભાગે લોકો ગ્રીન કલરના કેપ્સિકમ ખાય છે, પરંતુ તે લાલ, પીળા અને પર્પલ કલરમાં પણ મળી આવે છે. તેનો મોટાભાગે ઉપયોગ પિત્ઝા, પાસ્તા, સેન્ડવિચમાં થાય છે. કેપ્સિકમમાં વિટામીન સી, એ, કે, મેગ્નેશિયમ અને ફાઈબર હોય છે. તે હેલ્થ માટે ગુણકારી છે.
આંખો માટે બેસ્ટ
શિમલા મિર્ચમાં જેક્સેથીન અને લ્યુટિન જેવા કેરોટીનોઈડ હોય છે. તે આંખોની રોશની માટે સારા છે. સાથે સાથે આંખોની દ્રષ્ટિને પણ સારી રાખે છે.
એન્ટીઓક્સિડન્ટથી ભરપુર
શિમલા મિર્ચમાં વિટામીન-સી અને એ ભરપૂર માત્રામાં હોય છે, તેનાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો.
એનીમિયાની સમસ્યાથી બચાવશે
જ્યારે શરીરમાં લોહીની કમી થાય છે, ત્યારે એનીમિયાની સમસ્યા થઈ શકે છે. જો તમે રોજ શિમલા મિર્ચનું સેવન કરો છો તો લોહીની કમી ક્યારેય નહીં થાય કેમકે તેમાં આયરન હોય છે, તે એનીમિયા થવાથી બચાવે છે.
હાર્ટ માટે ફાયદાકારક
શિમલા મિર્ચમાં વિટામીન-સી, એ અને એન્ટીઓક્સિડન્ટ લાઈકોપીન રહેલું છે. તેમાં મળી આવતા તમામ પોષક તત્વો હાર્ટ માટે બેસ્ટ છે.
કેન્સરનો ખતરો ઘટે છે
શિમલા મિર્ચના સેવનથી કેન્સરની જીવલેણ બીમારીથી બચી શકાય છે. તેમાં કેરોટીનોઈડ, કેપ્લેટ અને એપીજેનિન લ્યુપોલ સામેલ હોય છે. તે કેન્સર સામે લડતુ એન્ટીઓક્સિડન્ટ છે.
વજન ઘટાડવામાં ઉપયોગી
વધતા વજનને ઘટાડવા માટે શિમલા મિર્ચ સારો સોર્સ છે. જો કોઈ વ્યક્તિને વજન વધવાની સમસ્યા હોય તો ડાયટમાં કેપ્સિકમ સામેલ કરી શકાય. તે રોજ ખાવાથી વજન ઘટે છે.
આ પણ વાંચોઃ થાઈરોઈડ કન્ટ્રોલ કરવા માટે કરો આ વસ્તુઓનું સેવન, ચોક્કસ થશે ફાયદો