IPL-2024ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL પહેલાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ કેમ શરૂ થયો RIP Hardik Pandya ટ્રેન્ડ

Text To Speech
  • હાર્દિક પંડ્યા અને રોહિત શર્માના ફૅન્સ વચ્ચે સોશિયલ મીડિયા X ઉપર જામી પડી

અમદાવાદ, 19 માર્ચઃ ટાટા આઈપીએલ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને હતોત્સાહ કરવા માટે દેશભરમાં આજે સવારથી RIPHardikPandya હૅસટેગ સાથે સોશિયલ મીડિયા X ઉપર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. RIPHardikPandya હૅસટેગ ચાલ્યા બાદ હાર્દિકના ફૅન્સ પણ તેના સમર્થનમાં કૂદી પડ્યા. આઈપીએલ ચાહકો એક તરફ રોહિત શર્માના સમર્થનમાં હાર્દિક પંડ્યાના વિરોધમાં તો બીજી તરફ રોહિતના વિરોધમાં અને હાર્દિકના સમર્થનમાં ઑનલાઈન શાબ્દિક યુદ્ધ કરી રહ્યા છે. જોકે, ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આ તો IPLને ટ્રેન્ડમાં લાવવા માટેનું ગતકડું હોઈ શકે.

IPLની અન્ય ટીમોના ફૅન્સની સાથે સાથે રોહિત શર્માના ફૅન્સ પણ હાર્દિક પંડ્યાને હતોત્સાહ કરવા ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. અનેક ક્રિકેટ ચાહકો મીમ બનાવીને તેમજ હાર્દિકના વીડિયોના એડિટેડ વર્ઝન મૂકીને હાર્દિક પંડ્યાની મજાક ઉડાવી રહ્યા છે. ક્રિકેટ ફૅન્સ ન શોભે એવી ભાષામાં હાર્દિકની હાંસી ઉડાવી રહ્યા છે.

જોકે, આ ટ્રેન્ડ વધુ ચાલુ રહેતાં થોડા સમય પછી હાર્દિકના સમર્થકો પણ સોશિયલ મીડિયા પર MIના કૅપ્ટનના સમર્થનમાં આવી ગયા હતા. તેમણે પણ સામે બેફામ ભાષામાં રોહિત શર્માને અપમાનિત કરવાનું શરૂ કર્યું છે.

વાસ્તવમાં, હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ છોડીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો ત્યારથી બંને ટીમના ફૅન્સ નારાજ જણાતા હતા. ગુજરાત ટાઈટન્સના ફૅન્સને હાર્દિકને ગુમાવવાની નારાજગી હતી જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ફૅન્સ એ દિવસે હતાશ થયા હતા જ્યારે રોહિત શર્માના સ્થાને હાર્દિકને કૅપ્ટન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આઈપીએલ શરૂ થઈ જશે ત્યારે આ બધી ઑનલાઈન દુશ્મનાવટ આપોઆપ ગાયબ થઈ જશે તેમ આ ટ્રેન્ડમાં સામેલ ક્રિકેટ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024માં બેંગ્લોર બન્યું વિજેતા, પ્રથમ ટાઈટલ મેળવ્યું

Back to top button