ટ્રેન્ડિંગમનોરંજન

ટ્વિટર પર કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે  ‘RIP કાર્ટૂન નેટવર્ક’ : જાણો શું છે આખો મામલો

Text To Speech

ટોમ એન્ડ જેરીથી લઈને સ્કૂબી ડૂ, બેન 10, જોની બ્રાવો જેવા ઘણા કાર્ટૂન શો સાથે લોકોની યાદો જોડાયેલી છે. આપણે બધાએ બાળપણમાં કોઈને કોઈ સમયે કાર્ટૂન જોયા જ હશે અથવા આપણે નાનપણથી જ કાર્ટૂન  શો જોઈને મોટા થયા છીએ, તે કાર્ટૂન નેટવર્ક ચેનલે ટ્વિટર પર અચાનક ‘#RipCartoonNetwork’ ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. તો આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો.

આ પણ વાંચો : અજય દેવગને ‘દ્રશ્યમ 2’ ફર્સ્ટ લૂક કર્યો શેર : જોવો કેવો લાગે છે તેનો દમદાર લૂક

વોર્નર બ્રધર્સ એનિમેશન અને કાર્ટૂન નેટવર્ક સ્ટુડિયો મર્જ થશે

એવા સમાચારો સામે આવ્યા છે કે કાર્ટૂન નેટવર્ક ટીવી ચેનલ 30 વર્ષ પછી તેની સેવાઓ બંધ કરી રહી છે. વોર્નર બ્રધર્સ એનિમેશન અને કાર્ટૂન નેટવર્ક સ્ટુડિયો મર્જ થવા જઈ રહ્યા છે. કાર્ટૂન નેટવર્કની ટીમમાંથી ઘણા લોકોને છૂટા કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં, આ સમાચાર જાણ્યા પછી, ચાહકો ખૂબ જ પરેશાન થઈ ગયા અને ટ્વિટર પર ‘રિપ કાર્ટૂન નેટવર્ક’ ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતાં.

હકીકતમાં, કાર્ટૂન નેટવર્ક ચેનલના મર્જરની માહિતી સામે આવ્યા પછી, સોશિયલ મીડિયા પર વપરાશકર્તાઓએ કાર્ટૂન નેટવર્કને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું – “મારા બાળપણને યાદગાર બનાવવા બદલ કાર્ટૂન નેટવર્કનો આભાર”. આ સિવાય અન્ય એક યુઝરે પણ લખ્યું- “એક યુગનો અંત, RIP કાર્ટૂન નેટવર્ક”. અન્ય લોકો પણ આવી જ રીતે પ્રતિક્રિયા આપતા દેખાયા હતાં.

કાર્ટૂન નેટવર્કે શેર કરી આ માહિતી

આ પછી કાર્ટૂન નેટવર્ક ચેનલ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, ‘અમે મર્યા નથી, અમે ફક્ત 30 વર્ષના થઈ રહ્યા છીએ. અમારા ચાહકો માટે. અમે ક્યાંય નથી જઈ રહ્યા. અમે હંમેશા સુંદર, નવીન કાર્ટૂન અને આવનારા વધુ માટે તમારું ઘર છીએ અને રહીશું!’ આ પોસ્ટના કેપ્શનને શેર કરતા કાર્ટૂન નેટવર્કે કેપ્શનમાં લખ્યું – ‘જ્યારે ઈન્ટરનેટ કહે છે કે તમે મરી ગયા છો, પણ અમે અહીં બેઠા છીએ.’

Back to top button