પુત્રદા એકાદશીનું વ્રત કેમ રાખવામાં આવે છે? ક્યારે આવશે?
- પુત્રદા એકાદશીનું વ્રત મેરિડ કપલ એક સાથે રાખે છે. જે પતિ-પત્ની સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તે લોકો આ વ્રત કરે છે. પુત્રદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ માટે રાખવામાં આવે છે. વ્રતનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ સુખ, સમૃદ્ધિના આશીર્વાદ આપે છે
પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 2024માં 21 જાન્યુઆરી, 2024 રવિવારના રોજ પુત્રદા એકાદશી ઉજવાશે. વર્ષમાં પુત્રદા એકાદશી બે વખત આવે છે. પહેલી પોષ મહિનામાં અને બીજું શ્રાવણ મહિનામાં. પુત્રદા એકાદશીનું વ્રત મેરિડ કપલ એક સાથે રાખે છે. જે પતિ-પત્ની સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તે લોકો આ વ્રત કરે છે. પુત્રદા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ માટે રાખવામાં આવે છે. વ્રતનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુ સુખ, સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ વ્રતનું સંપુર્ણ નિયમો સાથે પાલન કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.
જાણો આ પુત્રદા એકાદશી વ્રતનું મહત્ત્વ
પુત્રદા એકાદશીનું વ્રત સંતાન પ્રાપ્તિની સાથે સાથે સંતાનની સમસ્યાઓના નિવારણ માટે પણ કરવામાં આવે છે. તેથી આ વ્રત કરતી વખતે સંપુર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ. સંતાન સુખની સાથે સાથે આ વ્રત કરવાથી દાંપત્યજીવન પણ ખુશહાલ રહે છે. વિષ્ણુ ભગવાની કૃપાથી સુખ-સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. સાધક માટે મોક્ષના દ્વાર ખુલે છે અને પાપનો નાશ થાય છે. પુત્રદા એકાદશીના પારણા 22 જાન્યુઆરીએ કરવામાં આવશે. તમે આ દિવસે સવારે 7.14 વાગ્યાથી 9.21ની વચ્ચે વ્રતના પારણા કરી શકો છો. સાથે સાથે 22 જાન્યુઆરીએ બારસની તિથિ સાંજે 7.51 વાગ્યે સમાપ્ત થશે.
પુત્રદા એકાદશી મુહૂર્ત
એકાદશી તિથિ પ્રારંભ- 20 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
એકાદશી તિથિ સમાપન – 21 જાન્યુઆરી 2024એ સાંજે 07:26
પારણા (વ્રત ખોલવાનો) સમય- 22 જાન્યુઆરીએ સવારે 07:14 થી 09:21 વાગ્યા સુધી