કેમ 22 વર્ષ પછી પ્રિયંકાનાં ‘મિસ વર્લ્ડ’ બનવા સામે ઊઠ્યાં સવાલ ?
બોલિવૂડની દેશી ગર્લ અને ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો, જેના પર હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. મિસ વર્લ્ડ સ્પર્ધાનો ખિતાબ જીત્યા બાદ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તે ઘણી ઊંચાઈઓને સ્પર્શી ગઈ છે. હાલમાં તે એક સફળ સ્ટાર, નિર્માતા, યુનિસેફ એમ્બેસેડર, બિઝનેસ વુમન, એક સામાજિક કાર્યકર, અદ્ભુત પુત્રી, પ્રેમાળ પત્ની અને માતા પણ છે.
આ પણ વાંચો : ફિલ્મ રિલીઝ અપડેટ: શું ટ્રોલર્સનાં ડરથી નિર્માતાઓએ ‘આદિપુરુષ’ની રિલીઝ ડેટ બદલી?
આ તમામ બિરુદ તેણે પોતાના દમ પર મેળવ્યા છે. પરંતુ 22 વર્ષ બાદ તાજેતરમાં તેના મિસ વર્લ્ડના તાજને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ભૂતપૂર્વ મિસ બાર્બાડોસ 2000, સૌંદર્ય સ્પર્ધામાં તેની સાથે સહ-સ્પર્ધક લેલાની મેકકોન્કીએ દાવો કર્યો છે કે પ્રિયંકાની તરફેણમાં હરીફાઈ કરવામાં આવી હતી.
લીલાની મેકકોનીએ લગાવ્યો આરોપ
લીલાની મેકકોનીએ કે જે હાલ એક યૂટ્યુબર છે અને મિસ વર્લ્ડ 2000માં તે પ્રિયંકાની સહ-સ્પર્ધક હતી, તેણે આરોપ લગાવ્યો છે કે 2000માં મિસ વર્લ્ડ સ્પર્ધામાં પ્રિયંકાની જીત ફિક્સ હતી અને તે પૂર્વગ્રહનું અયોગ્ય પરિણામ હતું. મિસ યુએસએ સ્પર્ધામાં મિસ ટેક્સાસ આર’બોની ગેબ્રિયલની જીતની આસપાસના ચાલી રહેલા કૌભાંડ પર બોલતા, લીલાનીએ તેણીની યુટ્યુબ ચેનલ પર તેના દાવા શેર કર્યા. લીલાનીએ કહ્યું કે આર’બોની ગેબ્રિયલ મિસ ટેક્સાસ કોન્ટ્રોવર્સી અયોગ્ય રીતે જીત્યા કારણ કે પ્રાયોજકો અને આયોજકો તરફથી પક્ષપાત કરવામાં આવ્યો હતો.
પ્રિયંકાને વિશેષ સુવિધાઓ આપવામાં આવતી લીલાની મેકકોની
ત્યારબાદ લીલાનીએ આયોજકો દ્વારા પ્રિયંકા પ્રત્યેના કથિત પક્ષપાત અને સ્વિમસૂટ રાઉન્ડમાં તેણીની યોગ્ય ત્વચા ટોન ન હોવાને કારણે તેણીની તરફેણ કેવી રીતે કરવામાં આવી તે સમજાવ્યું. તેણે કહ્યું, ‘પ્રિયંકા ચોપરા એકમાત્ર એવી સ્પર્ધક હતી જેને સરોંગ પહેરવાની અને કે તેની ત્વચા સુધારવા માટે ક્રીમ લગાવી છૂટ હતી. એટલું જ નહીં, તેણે આગળ કહ્યું કે પેજન્ટ શો દરમિયાન કોઈ છોકરી તેને પસંદ નોહતી કરતી કારણ કે તેને વિશેષ સુવિધાઓ આપવામાં આવી રહી હતી. એક કિસ્સો સંભળાવતા તેણે કહ્યું કે, જ્યારે બધી છોકરીઓ એક જગ્યાએ આવીને ખાવાનું ખાતી હતી, ત્યારે પ્રિયંકાને તેના રૂમમાં ખાવાનું લાવવામાં આવ્યું હતું.
આ વિડીયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે અને નેટીઝન્સ તેના પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. લોકો કહે છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને 22 વર્ષ પછી પ્રિયંકા ચોપરાના ‘મિસ વર્લ્ડ’ના ખિતાબ પર સવાલ ઊભા કરવાં, લીલાની મેકકોનીને શોભા નથી દેતું.