પ્રેમ કરનારા લોકોને ગિફ્ટમાં પરફ્યૂમ શા માટે નથી અપાતા?
- બે વ્યક્તિ જો એકબીજાને પ્રેમ કરતા હોય તો ક્યારેય ગિફ્ટમાં પરફ્યૂમ આપતા નથી. જો તમારા મનમાં પરફ્યૂમને ગિફ્ટ તરીકે શા માટે ન આપવું તેને લઈને સવાલ થતો હોય તો તેની પાછળનું કારણ જાણી લો.
પરફ્યૂમની સુગંધ કોઈ પણ વ્યક્તિને ઈમ્પ્રેસ કરી શકે છે. તો પછી પરફ્યૂમને પ્રેમ કરનારી વ્યક્તિને ગિફ્ટમાં આપવાની કેમ ના કહેવાય છે? બે વ્યક્તિ જો એકબીજાને પ્રેમ કરતા હોય તો ક્યારેય પરફ્યૂમ ગિફ્ટમાં આપતા નથી. જો તમારા મનમાં પરફ્યૂમ ગિફ્ટમાં શા માટે ન આપવું તેને લઈને સવાલ થતો હોય તો તેની પાછળનું કારણ જાણી લો.
પ્રેમ કરનારી વ્યક્તિને ગિફ્ટમાં પરફ્યૂમ કેમ નહીં?
પરફયૂમ સેલ્ફ કેરનું પ્રતિક છે. આપણા ત્યાં એવી માન્યતા છે કે પરફ્યૂમ જ્યારે ગિફ્ટમાં આપવામાં આવે છે તો તેને બેડ લક સાથે જોડવામાં આવે છે. તેથી પરફ્યૂમને ગિફ્ટમાં આપતી વખતે તે વ્યક્તિ પાસેથી એકાદ બે રુપિયા માંગી લેવામાં આવે છે, જેના કારણે બેડ લકની અસર ખતમ થઈ જાય છે.
માનવામાં આવે છે ડિસરિસ્પેક્ટ
ગિફ્ટમાં પરફ્યૂમ આપવું સામેવાળી વ્યક્તિનું ડિસરિસ્પેક્ટ માનવામાં આવે છે. કેમકે પરફ્યૂમની ગિફ્ટ મેળવનારી વ્યક્તિ માને છે કે તેનામાંથી ખરાબ સ્મેલ આવે છે તેથી તેને પરફ્યૂમ અપાયું છે. એવી એવી પણ માન્યતા છે કે પરફયૂમની ગિફ્ટ આપવાથી બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ ખોવાઈ જાય છે. પરફ્યૂમની સુગંધ જેવી રીતે જલ્દી ચાલી જાય છે, તેવી જ રીતે પ્રેમ પણ ગાયબ થઈ જાય છે.
આ પણ વાંચોઃ હેમા માલિનીની અયોધ્યા મંદિરમાં કરશે રાગ સેવા, કરાવ્યા દિવ્ય દર્શન!