ટ્રેન્ડિંગધર્મ

પથારીમાં બેસીને કેમ ન જમવું જોઈએ? શું છે નુકશાન? જાણો શું કહે છે વાસ્તુ

Text To Speech
  • આપણે પથારીમાં બેસીને ભોજન ન કરવું જોઈએ. જો આમ કરવામાં આવે તો જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વાસ્તુશાસ્ત્રમાં આપણી દિનચર્યાની એવી ઘણી આદતો વિશે જણાવાયું છે, જે વ્યક્તિની જીંદગીમાં નેગેટિવિટીનું કારણ બની શકે છે. સાથે આ ખોટી આદતોથી વાસ્તુ દોષ પણ લાગે છે. આ આદતોમાં એક કુટેવ એ પણ છે કે આપણે પથારીમાં બેસીને ભોજન ન કરવું જોઈએ. જો આમ કરવામાં આવે તો જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

પથારીમાં ભોજન કરવાના નુકશાન

  • વાસ્તુ અનુસાર પથારીમાં બેસીને ખાવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.
  • આમ કરવાથી જાતકોને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે.
  • એવી માન્યતા છે કે પથારીમાં બેસીને ભોજન કરવાથી મા લક્ષ્મી નારાજ થાય છે.
  • પથારીમાં બેસીને ભોજન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે.
  • એવું પણ કહેવાય છે કે પથારી પર બેસીને ભોજન કરવાથી રાહુ અશુભ ફળ આપે છે અને ઘરમાં અશાંતિ ફેલાય છે.
  • આમ કરવાથી મા અન્નપૂર્ણા નારાજ થાય છે, તેથી પથારીમાં બેસીને ભોજન ન કરો.

પથારીમાં બેસીને કેમ ન જમવું જોઈએ? શું છે નુકશાન? જાણો શું કહે છે વાસ્તુ hum dekhenge news

ભોજન સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ

  • રાતે ડિનર બાદ એંઠા વાસણ ન રાખો. એવી માન્યતા છે કે કિચનમાં એંઠા વાસણ રાખવાથી અન્નપૂર્ણા દેવી ક્રોધે ભરાય છે.
  • વાસ્તુ અનુસાર હંમેશા જમીન પર પલાઠી વાળીને આરામથી ભોજન કરો.
  • તમે ડાઈનિંગ ટેબલ પર બેસીને પણ જમી શકો છો.
  • ભોજન કરતી વખતે ધ્યાન રાખો કે હંમેશા ઉત્તર કે પૂર્વ દિશા તરફ મોં રાખીને બેસો.

આ પણ વાંચોઃ હનુમાન જયંતી પર છે વિશેષ યોગ, આ રીતે કરો બજરંગબલીને પ્રસન્ન

Back to top button