રથયાત્રામાં કેમ ભક્તોને મગ અને જાબુંનો પ્રસાદ આપવામાં આવે છે? જાણો તેનું મહત્વ
અમદાવાદની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાહજારો ભક્તોને મગ અને જાંબુના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને રથયાત્રામાં ભક્તો હોંશે-હોંશે પ્રસાદ લઈ રહ્યા છે.દર વર્ષે રથયાત્રા દરમિયાન હજારો કિલો મગ અને જાબુંનો પ્રસાદ વહેંચવામાં આવે છે.ત્યારે આ પ્રસાદીનું પણ આગવું મહત્વ છે.
રથયાત્રામાં ભક્તોને દર વર્ષે મગ અને જાબુંની પ્રસાદી વહેંચાય છે
મગ પ્રોટીનથી તો ભરપૂર હોય જ છે, સાથે-સાથે તેમાં વિટામિન એ, બી, ડી અને ઈ ની સાથે-સાથે ખનીજ તત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. બીમાર વ્યક્તિને પણ ઊભા કરવાની તાકાત મગમાં હોય છે.ફણગાવેલ મગ ખાવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. રથયાત્રામાં ભક્તો રથ સાથે લગભગ 14 કિમીનું અંતર કાપતા હોય છે. રથયાત્રામાં ભક્તોને ફણગાવેલા મગનો પ્રસાદ આપવામાં આવે છે. જેથી તેમને વારંવાર ભૂખ નથી લાગતી તેમજ મગ તેમના શરીરમાં એનર્જી બૂસ્ટરનું કામ કરે છે.
હૈયે હૈયું દળાયુંઃ રથયાત્રામાં જુઓ કેવી જંગી મેદની ઉમટી છે#Ahmedabad #GrandRathYatra #LordJagannath #RathYatra2023 #PuriJagarnath #PuriRathYatra #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/QgfIbwgDrZ
— Hum Dekhenge News (@humdekhengenews) June 20, 2023
રથયાત્રામાં જાંબુનો પ્રસાદ કેમ આપવામા આવે છે ?
રથયાત્રા ચોમાસાની શરૂઆતમાં નીકળતી હોય છે. આ સમયે હવામાં ભેજ વઘારે હોય છે જેના કારણે પરસેવો વધુ વળતો હોય છે. જેથી રથયાત્રામાં ભાગ લેનાર ભક્તો પરસેવાના કારણે અશક્તિ અનુભવતા હોય છે. જાંબુમાં 80% ભાગ પાણી હોય છે, જેથી રથયાત્રામાં લાંબા સમય સુધી ચાલતાં ડિહાઈડ્રેશનની સમસ્યા નથી રહેતી.તેમજ જાંબુમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમ પણ ભરપૂર પ્રમાણમાં હોવાથી ભેજવાળા ગરમ વાતાવરણમાં પણ શરીરમાં શક્તિનો સંચાર થાય છે. તેમજ આ સિઝનમાં જાંબુનુ સેવન કરવાથી અનેક પ્રકારના લાભ થતા હોય છે.
મોસાળમાં ભાણેજના જમણનીં તૈયારીઓ#RathYatra #rathyatraahmedabad #bhog #AhmedabadNews #LordJagannath #news #NewsUpdates #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/aK5MhqHZ0P
— Hum Dekhenge News (@humdekhengenews) June 20, 2023
જાણો ભગવાન જગન્નાથજીની આ પ્રસાદી સાથે જોડાયેલ કહેવત
એક કહેવત મુજબ ભગવાન જગન્નાથ તેમના મામાના ઘરે જતા હતા, ત્યારે જાંબુ તેમજ કેરી તેઓને ખૂબ જ ભાવતા હતા જેથી તેમને વધુ જાંબુ તેમજ કેરી ખાધી હતી. આ કારણે તેઓને આંખો આવી ગઈ હતી. આંખો આવવાના કારણે જગન્નાથજીને આંખે પાટા બાંધવા પડ્યા હતા. અને તેમને આંખે પાટા બાંધીને ઘરે લઈ જવામા આવ્યા હતા. તે સમયે ભગવાનને ફણગાવેલા મગ ખવડાવાથી તેમને આંખોમાં ઠંડક થાય છે. અને આંખ સાજી થયા બાદ પાટા ખોલીને પરત તેઓ જગન્નાથ મંદિરે આવ્યા હતા.
આ પણ વાંચો :અમદાવાદમાં આજે 146મી રથયાત્રા LIVE : મોસાળમાં પહોંચ્યા ભગવાન જગન્નાથ; સરસપુરમાં કરશે આરામ