ભગવાન ગણેશને પણ કેમ પ્રિય છે સિંદુર? ચઢાવવાથી શું થાય છે લાભ?


હનુમાનજીને તો સિંદુર પસંદ છે તે આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ ભગવાન ગણેશને પણ સિંદુર અતિશય પ્રિય છે, તેથી તેમના માથા પર સિંદુર લગાવવામાં આવે છે. મંગળવારનો દિવસ તો ગણેશજીનો દિવસ છે જ, પરંતુ બુધવારનો દિવસ પણ ગણેશજીને પ્રિય છે. આ દિવસે સિંદુર લગાવવાથી વિધ્નહર્તા તમારા જીવનના કષ્ટો હરી લે છે. ગણેશજીને લાલ સિંદુર ચઢાવવામાં આવે છે. તેનાંથી વ્યક્તિને શાંતિ અને સમૃદ્ધિ મળે છે. બુદ્ધિમાન અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ માટે પણ ગણેશજીને સિંદુર ચઢાવવામાં આવે છે.
ગણેશજીને સિંદુર લગાવવા પાછળ છે આ ધાર્મિક માન્યતા
શિવપુરાણ અનુસાર જ્યારે ભગવાન શિવે ગુસ્સામાં આવીને ગણેશજીનું માથું કાપી નાંખ્યુ હતુ, ત્યારે માતા પાર્વતીના કહેવા પર તેમને ફરીવખત જીવતદાન આપવા માટે હાથીનું માથુ લગાવ્યુ હતુ. શિવજીએ જ્યારે ગણેશજીને હાથીનું માથુ લગાવ્યુ ત્યારે પહેલા તેમના માથા પર સિંદુરનો લેપ લગાવ્યો હતો. માતા પાર્વતીએ કહ્યુ હતુ કે સિંદુરથી જ હંમેશા તારી પુજા થશે. આ કારણે સિંદુર ભગવાન ગણેશના માથા પર લગાવવામાં આવે છે.