કેમ કાલ ભૈરવને ચઢવામાં આવે છે દારૂ !
ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપના માનવામાં આવતા કાલ ભૈરવની જયંતિ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે કાલ ભૈરવ જયંતિ 16 નવેમ્બર 2022ના રોજ મનાવવામાં આવશે.ભગવાન શિવના ઉગ્ર અવતાર કાલ ભૈરવના અનેક મંદિરો વિશે તમે જણતા જ હશો. કાલ ભૈરવને bજુદા -જુદા સ્થળે અલગ-અલગ નામથી બિરદાવવામાં આવે છે. જેમાં કાશીમાં રહેલા કાલ ભૈરવજીને બાબા કાલ ભૈરવનું બિરુદ આપવામાં આવ્યું છે. એક અનોખી અને રહસ્યમય વાતએ છે કે આ મંદિરમાં બાબા કાલ ભૈરવજીને દારુ ચઢાવવામાં આવે છે. આ મંદિર વિશે એવું માનવામાં આવે છે, કે ત્યાં બિરાજમાન બાબા કાલ ભૈરવની મૂર્તિ દારૂનું સેવન કરે છે. આ રહસ્યમય મંદિરની વધુ અનોખી વાત જાણવા આ લેખ વધુ વાંચો….
શું બાબા કાલ ભૈરવને ચઢાવવામાં આવે છે દારૂ ?
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા કાલ ભૈરવનું રોચક મંદિર આવેલુ છે. આ મંદિરમાં કાલ ભૈરવને દારૂ ચઢાવવામાં આવે છે . ઉજ્જૈનની ક્ષિપ્રા નદીના તટ પર સ્થિત આ મંદિર ભૈરવગઢના નામે સુપ્રસિદ્ધ છે. આ મંદિરની બહાર પૂજા સામગ્રીની સાથે બાબાને ચઢાવવા માટે દારૂની બોટલ વેચવામાં આવે છે. માન્યતા અનુસાર સ્કંદપુરાણના અવંતી ખંડમાં આ મંદિરનું વર્ણન કરેલું છે. આ મંદિરમાં ભગવાન કાલ ભૈરવની વિષ્ણુ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
મંદિર સબંધિત રહસ્યો
ઉજ્જૈનમાં બિરાજમાન બાબા કાલ ભૈરવને પાત્રમાં દારૂ ચઢાવવામાં આવે છે. ત્યારે આ પાત્ર બાબા કાલ ભૈરવની મૂર્તિને સ્પર્શ કરતા જ પાત્ર ખાલી થઈ જાય છે. આ દારું ક્યા જાય છે એ હજુ સુધી રહસ્યમય છે. આ મંદિરમાં દર્શન કરવા શ્રદ્ધાળુ દૂર-દૂરથી આવે છે. આ મંદિરમાં દારૂને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતો નથી.
આ પણ વાંચો : જાણો કેવા પ્રકારનું તિલક તમારા માટે શુભ છે કે અશુભ?
બાબા કાલ ભૈરવની વિશેષ પાઘડી
બાબા કાલ ભૈરવની મૂર્તિ પર સિંધિયા રાજવી પરિવારની પાઘડી પહેરાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે 400 વર્ષ પહેલા શત્રુઓએ મહાદજી સિંધિયા પર વિજય મેળવ્યો હતો, ત્યારે આ પાઘડી બાબા કાલ ભૈરવના ચરણોમાં પડી હતી. ત્યારે મહાદજી સિંધિયાએ આ પાઘડી ત્યાં બિરાજમાન બાબા કાલ ભૈરવને અર્પણ કરીને પોતાના વિજય માટે પ્રાથના કરી હતી. એવું કહેવામાં આવે છે કે, મહાદજી સિંધિયાએ દુશ્મનો પર વિજય મેળવી લાંબા સમય સુધી શાશન કર્યું હતું. આજે પણ બાબા કાલ ભૈરવ માટે ગ્વાલિયરના રાજવી પરિવાર તરફથી પાઘડી આવે છે.