ટ્રેન્ડિંગમનોરંજન

આ માછલી પકડવાની જાળ કેમ લાગી રહી છે? મૌની રોય કાન્સના લુકને કારણે થઈ ટ્રોલ

Text To Speech

અભિનેત્રી મૌની રોયે જ્યારે કાન્સમાં પોતાની ઝલક દેખાડી તો બધા તેની સામે જોતા જ રહી ગયા. અભિનેત્રી મૌની રોય કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. ફેશનેબલ મૌની રોય બ્લુ કલરના ડ્રેસમાં જોવા મળી હતી. જ્યારે મૌનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવી, ત્યારથી તેના ફેન્સ તેના આ ફોટોઝને ખૂબ શેર કરી રહ્યા છે. બીજી તરફ, અભિનેત્રીને આ ફોટોઝ માટે સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘણા લોકો મૌની અને તેના ડ્રેસની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોયે શેર કરી તસ્વીરો

આ તસવીરો મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કેપ્શનમાં તેણે કહ્યું કે ‘તે આ રીતે કાન્સમાં કેઝ્યુઅલી કંઈક આવી રીતે ગઈ હતી. તેણે ફેદર ડ્રેસ અને ટોપી પહેરી હતી. મૌનીની આ તસવીરો તેની બેસ્ટી અભિનેત્રી દિશા પટણી અને આશકા ગરોડિયાને ખુબ પસંદ કરવામાં આવી હતી. દિશાએ તેના ફોટા પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો અને આશકાએ પણ મૌનીને આ લુકમાં જોઈને દિલ વાળી આંખો સાથે ઈમોજી શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

 

સોશિયલ મિડિયા પર ડ્રેસના કારણે ટ્રોલ થઈ મૌની રોય

મૌની રોયની મજાક ઉડાવતા એક યુઝરે લખ્યું- અરે, આ જાળનો માલિક ક્યાં ગયો, તેને કહો કે તેની જાળમાં એક મોટી માછલી ફસાઈ છે. એક યુઝરે પૂછ્યું, કદાચ તમે પહેલીવાર કાન્સમાં હાજરી આપી રહ્યા છો.

અન્ય એક યુઝરે લખ્યું – એવું લાગે છે કે વાદળી બતક ફોટોશૂટ કરાવી રહી છે. તો કોઈએ કહ્યું- આ માછલી પકડવાની જાળ કેમ લાગી રહી છે? એકે લખ્યું- આ ઉર્ફી જાવેદે બધાને બગાડ્યા છે.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય તેના કાન્સના લુક માટે સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

 

Back to top button