ટ્રેન્ડિંગનેશનલવિશેષ

દિલ્હી મેટ્રોમાં ઠેરઠેર બ્લૂ ઢિંગલીનું ચિત્ર કેમ છે? જાણો તેની રસપ્રદ કહાની

Text To Speech
  • દિલ્હી મેટ્રોમાં દરેક જગ્યાએ બ્લૂ ડૉલ મેસ્કોટ ‘મૈત્રી’ની તસવીર
  • બ્લૂ ડૉલ દિલ્હી મેટ્રોમાં મુસાફરોનું કરે છે હાર્દિક સ્વાગત

નવી દિલ્હી, 17 ડિસેમ્બર : જો તમે દિલ્હીના રહેવાસી છો અથવા તો દિલ્હી ગયા છો અને દિલ્હી મેટ્રોની મુલાકાત કરી છે તો તમે દિલ્હી મેટ્રોમાં ઘણી જગ્યાએ બ્લૂ ડૉલ જોઈ હશે. ક્યારેક ટ્રેનોમાં તો ક્યારેક મેટ્રો સ્ટેશનો પર, પરંતુ શું તમે જાણો છો કે આ બ્લૂ ડૉલ કોણ છે અને દિલ્હી મેટ્રોમાં દરેક જગ્યાએ તેની તસવીર શા માટે દેખાય છે. હકીકતમાં, આ બ્લૂ ડૉલ મેસ્કોટ ‘મૈત્રી’ છે, જે દિલ્હી મેટ્રોમાં મુસાફરોનું સ્વાગત કરે છે. મૈત્રી નામનો અર્થ ‘મિત્રતા’ છે. હવે તમે વિચારતા હશો કે, આ મેસ્કોટ શું છે? મેસ્કોટ એટલે પ્રતીક. જે કોઈપણ વસ્તુના ઓળખ ચિહ્નો છે. જેમ કે મેસ્કોટએ કોઈપણ ઘટના, સંસ્થા, કંપની, શાળા, કોલેજ અથવા કોઈપણ લશ્કરી એકમનું પ્રતિનિધિત્વ કરે છે. તે(મેસ્કોટ) કંઈપણ હોઈ શકે છે – મનુષ્ય, પ્રાણી અથવા કોઈપણ વસ્તુ.

દિલ્હી મેટ્રોમાં જોવા મળેલી નાની છોકરીની વાર્તા

ઉલ્લેખનીય છે કે, આ બ્લુ ડૉલને દિલ્હી મેટ્રોની મેસ્કોટ બનાવવા પાછળ એક કહાની છે. થયું એવું કે, વર્ષ 2012માં દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહેલી “જૂલી” નામની મહિલા પેસેન્જરને અચાનક જ લેબર પેઇન શરૂ થયું. મહિલા ફરીદાબાદથી સફદરજંગ હોસ્પિટલ જવા માટે મેટ્રોમાં ચડી હતી. મહિલાની હાલત જોઈને દિલ્હીના ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન પર બે મહિલાઓએ તેણીની ડિલિવરી કરાવી અને મહિલાએ મેટ્રોમાં જ સુંદર બાળકીને જન્મ આપ્યો. બાદમાં મેટ્રો મેનેજમેન્ટે પ્રસુતા મહિલા અને તેની બાળકીને હોસ્પિટલ મોકલ્યા હતા. દિલ્હી મેટ્રોમાં ડિલિવરીનો આ પ્રથમ બનાવ હતો.

DMRCએ પરિવારની પરવાનગી માંગી

બાળકીનો જન્મ મેટ્રોમાં થયો હોવાથી યુવતીના પરિવારે તેનું નામ ‘મૈત્રી’ રાખ્યું છે, જે મેટ્રો જેવું જ છે. થોડા દિવસો પછી, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને (DMRC) છોકરીના પરિવાર પાસેથી તેણીને મેસ્કોટ તરીકે છોકરીને લેવાની પરવાનગી માંગી હતી. પરિવારની સંમતિ બાદ DMRCએ દિલ્હી મેટ્રોમાં બ્લૂ ડૉલને મેસ્કોટ બનાવી હતી.

આ પણ જુઓ :સુરતઃ એરપોર્ટ ટર્મિનલ અને ડાયમંડ બુર્સનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

Back to top button