સ્ટારબક્સના લોગોમાં જલપરી કેમ છે? આ છે તેનું રસપ્રદ કારણ
- સ્ટારબક્સના લોગોમાં જલપરી જોવા મળે છે. આ લોગો પાછળનું કારણ શું છે? તેનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે
HD ન્યુઝ ડેસ્કઃ તમને દુનિયાના દરેક ખૂણામાં ચા અને કોફીના પ્રેમીઓ તો મળી જ જશે. મળશે. ભારતમાં પણ ટી એન્ડ કોફી લવર્સની સંખ્યા મોટી છે. આજે પણ નાના શહેરોમાં લોકો ચાને વધુ મહત્ત્વ આપે છે, પરંતુ મેટ્રો સિટીમાં લોકો કોફી પીવાનું વધુ પસંદ કરે છે. કોફીના શોખીન લોકો અલગ અલગ જગ્યાની કોફી ટ્રાય કરતા રહે છે. આવી જ એક કોફી બ્રાન્ડ છે સ્ટારબક્સ. સ્ટારબક્સની કોફી કોફી લવર્સમાં ખૂબ જ લોકપ્રિયછે. કોફીનું નામ આવતા જ કોફી લવર્સના મગજમાં સ્ટારબક્સ આવી જાય છે. સ્ટારબક્સની કોફી મોંઘી હોય છે અને ત્યાં તમને કોફીની અનેક વરાઈટી પણ મળી રહેશે. સ્ટારબક્સની કોફીની જેમ તેનો લોગો પણ નિરાળો છે. સ્ટારબક્સના લોગોમાં જલપરી જોવા મળે છે. આ લોગો પાછળનું કારણ શું છે? તેનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે.
સ્ટારબક્સના લોગોમાં કેમ છે જલપરી?
સ્ટારબક્સના લોગોમાં જલપરી શા માટે છે? આની પાછળ એક આખી વાર્તા છે. સ્ટારબક્સ કંપનીની શરૂઆત વર્ષ 1971માં થઈ હતી. જો કે તે સમયે તેનું નામ સ્ટારબક્સ નહીં પરંતુ પીક્વોડ હતું. તે એક જહાજના નામ પર આધારિત હતું. આ નામથી કંપનીને તેવી પ્રસિદ્ધિ ન મળી, જે જોઈતી હતી. ત્યારબાદ કંપનીનું નામ બદલીને સ્ટારબક કરવામાં આવ્યું, જે ‘મોબી ડિક’ નામની પ્રખ્યાત નાવિક નવલકથાનું પાત્ર છે, પરંતુ કંપનીના માલિકે તેમાં એક વધારાનો એસ ઉમેર્યો અને કંપની સ્ટારબક્સ બની ગઈ.
કંપની પોતે નાવિકની નવલકથાના નામ પર આધારિત હતી અને તેની પણ શરૂઆત બંદરની નજીક થઈ હતી, તેથી લોગો માટે માલિકે જલપરીની પસંદગી કરી. ગ્રીક માઈથોલોજીમાં જલપરી સમુદ્રમાં યાત્રા કરતા નાવિકોને પોતાની તરફ આકર્ષે છે. પોતાના અવાજથી તેની તરફ ખેંચે છે. સ્ટારબક્સના માલિકે કોફી પ્રેમીઓને આકર્ષવા માટે જલપરીનો લોગો અપનાવ્યો.
લોગો ઘણી વખત બદલાયો
સ્ટારબક્સના લોગોમાં જોવા મળતી જલપરી શરૂઆતથી જ આવી ન હતી. સમયની સાથે તેમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. પહેલા આ જલપરી બ્રાઉન કલરની હતી. તેની સાથે કંપની અને પ્રોડક્ટના નામ પણ લખવામાં આવતા હતા. ત્યારપછી બાદમાં તેનો બ્રાઉનથી ગ્રીન કરવામાં આવ્યો અને વાળને આગળ ખસેડવામાં આવ્યા અને પ્રોડક્ટ્સનું નામ હટાવીને માત્ર Starbucks Coffee લખવામાં આવ્યું, ત્યારબાદ લોગો ફરીથી બદલવામાં આવ્યો અને તેમાં છેલ્લો ફેરફાર વર્ષ 2011ના અંતમાં થયો. તેમાંથી સ્ટારબક્સનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. માત્ર જલપરીને જ રહેવા દેવામાં આવી.
આ પણ વાંચોઃ ‘Google બાબા’ રોજ પાંચ મિનિટ સંભળાવશે મુખ્ય સમાચારો, નવા AI ફિચરનો આ રીતે કરો ઉપયોગ