કેમ અશુભ પરિણામો આપનારુ માનવામાં આવે છે 2023નું વર્ષ
વર્ષ ૨૦૨૩નો પ્રારંભ થઇ ગયો છે અને આ નવું વર્ષ સારુ જાય તેવી ઇચ્છા તો દરેક વ્યક્તિને હશે. જ્યોતિષશાસ્ત્રના મતે આ વર્ષ અણધારી કુદરતી આફતોનું વર્ષ ગણી શકાય.
શું કહે છે અંકશાસ્ત્ર
2023નો સરવાળો કરતા ૨+૨+૩=૭ અંક થાય છે. શાસ્ત્રમાં ૭ અંકને રાહુ નો અંક ગણવામાં આવે છે. આ વર્ષનો આધિપતિ રાહુ ગણાય છે. અંકશાસ્ત્રમાં અંક ૪ ને કેતુનો અંક ગણવામાં આવ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુને અણધારી બાબતનો ગ્રહ ગણવામાં આવે છે. જેના કારણે રાહુ કે કેતુનુ વર્ષ આવે ત્યારે તમે કલ્પી ના હોય તેવી બાબતો બની શકે છે. આવું જ કંઈક ૨૦૨૩ ના વર્ષમાં બને તો નવાઈ નહીં. ૨૦૨૩ અંકશાસ્ત્ર અનુસાર ૭ ના અંક નું વર્ષ છે
2020 હતુ કેતુનું વર્ષ
જે મુજબ ૨૦૨૦ નું વર્ષ કેતુનું હતું. 2020ના વર્ષને કોણ ભુલી શકે. કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. કેટલાય લોકો આર્થિક પાયમાલ થયા. કેટલીયે અણધારી આફતો આવી. કોરોનાને કારણે ભારત સહિત દુનિયા ભરમાં કેટલીયે અણધારી અંધાધૂંધી ફેલાયેલી હતી. કોઈ જ વસ્તુના કોઈ જ કારણો મળતા ન હતા. આવું જ ફળ રાહુ કેતુના અંકોનું વર્ષ આપતું હોય છે. હવે વર્ષ ૨૦૨૩માં પણ અણધાર્યું કંઈ પણ થઈ શકે તેને અવગણી શકાય નહીં.
શું પરિણામો આવી શકે?
મહામારી દુનિયામાં કે દેશમાં ક્યાંય પણ વકરી શકે છે. નાનું-મોટું યુદ્ધ ફાટી નીકળે અને અણધારી કુદરતી આફત જેવી કે દરિયાઈ તોફાન સુનામી, ધરતીકંપ, વાવાઝોડા કે અન્ય કોઈ પણ અકુદરતી મોટી ઘટનાઓ બની શકે છે. જે લાંબા ગાળા સુધી અસર કરી જાય. દેશમાં પણ કેટલીક બાબતો ભ્રમિત કરી જાય તેવી સ્થિતિનું નિર્માણ ઉભુ થઇ શકે છે. સામાજિક કે રાજકીય ક્ષેત્ર પણ ભ્રમણા ઊભી થાય તેવા સંજોગોનું નિર્માણ થશે.
વૈશ્વિક દ્રષ્ટિએ પણ સમસ્યાઓ આવી શકે
વિશ્વની વાત કરીએ તો આજ રાહુને કારણે ક્યાંય પણ નાનું મોટું યુદ્ધ કે તણાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ બધી બાબતો ગંભીર પરિણામ આપનારી પણ બની શકે છે. વિશ્વમાં કઈ ન ધારેલી ઘટના કુદરતી કે અકુદરતી ઘટના બની શકે. આર્થિક સમસ્યાઓ પણ સર્જાઇ શકે છે. ટુંકમાં 2023માં બનતા યોગ દેશ કે દુનિયા માટે શુભ નથી.
આ પણ વાંચોઃ Google : સેવા મફત હોવા છતાં કઈ રીતે આવક અબજોમાં,જાણો શું છે બિઝનેસ મોડલ