
મુંબઇ, 6 માર્ચઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ગત બુધવારે કહ્યું કે તેઓ 2 એપ્રિલથી ભારત સહિત ઘણા દેશો પર રેસિપ્રોકલ (પારસ્પરિક) ટેરિફ લાદશે. આ સમાચાર બજાર ખુલતા પહેલા જ આવી ગયા હતા, લોકોને લાગ્યું કે કદાચ તેની ખરાબ અસર બજાર પર પડશે, જો કે, એવું થયું નહીં. તેના બદલે, ભારતીય શેરબજાર માટે આજનો દિવસ રાહતનો હતો. બુધવારે સ્થાનિક શેરબજારની શરૂઆત સતત ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી.
બજારમાં તેજીના મુખ્ય કારણો શું છે?
આઇટી શેર્સમાં મજબૂત રિકવરી
એક અહેવાલ મુજબ આઈટી કંપનીઓના શેરોએ આજે બજારને ટેકો આપ્યો હતો. કોફોર્જના શેર લગભગ 10 ટકા વધ્યા કારણ કે કંપનીએ સાબર કોર્પ સાથે 13 વર્ષના, 1.56 અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય ઇન્ફોસિસ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સના શેર પણ જેપીમોર્ગનની ‘હાઇ-કન્વિક્શન આઇડિયાઝ લિસ્ટ’માં સામેલ થયા બાદ આગળ વધ્યા હતા.
આઇટી ઇન્ડેક્સે 2 ટકાનો વધારો નોંધાવ્યો હતો, જે છેલ્લા 10 સત્રોમાં 8 ટકાથી વધુ ઘટ્યો હતો.
એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો હતો
એશિયન બજારોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. યુએસ કોમર્સ સેક્રેટરી જીના રેમોન્ડોના નિવેદનથી બજારોને ટેકો મળ્યો હતો. તેમણે કહ્યું કે કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા કેટલાક ટેરિફ પાછા ખેંચી શકાય છે. તેનાથી એશિયાના બજારોમાં સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું. ઈન્ડોનેશિયાનું બજાર 3 ટકા વધ્યું હતું, જ્યારે મલેશિયાના ચલણ રિંગિટ અને દક્ષિણ કોરિયાના ચલણ વોનમાં પણ મજબૂતી જોવા મળી હતી.
સર્વિસ સેક્ટરમાં પણ તેજી જોવા મળી હતી
ભારતના સર્વિસ સેક્ટરે ફેબ્રુઆરીમાં સારી વૃદ્ધિ દર્શાવી હતી. HSBCની સર્વિસીસ PMI (પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) જાન્યુઆરીમાં 56.5 થી વધીને 59.0 સુધી પહોંચ્યો છે. નિકાસ ઓર્ડરમાં થયેલા વધારાએ આ વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શું ટેરિફ બજારને અસર કરશે?
હજુ પણ બજારમાં હજુ પણ ટેરિફ અંગે ચિંતા લોકોને સતાવી રહી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે નવા પારસ્પરિક ટેરિફ 2 એપ્રિલથી અમલમાં આવશે. તેનાથી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ થઈ શકે છે અને ભારતીય બજાર પણ તેની અસર કરી શકે છે. કેનેડા, ચીન અને મેક્સિકોએ યુએસ ટેરિફના જવાબમાં પહેલાથી જ પગલાં લીધાં છે.
આજના ઉછાળાથી બજારમાં થોડી રાહત મળી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે બજારમાં હજુ પણ અસ્થિરતા છે. વેપાર તણાવ અને ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાને કારણે બજારની વધઘટ ચાલુ રહી શકે છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી વિદેશમંત્રી એસ. જયશંકરેઃ જુઓ વીડિયો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD