ટ્રેન્ડિંગવર્લ્ડ

મોઝામ્બિકનો Ruby Dimond કેમ આટલો મોંઘો વેચાયો?

Text To Speech

અમેરિકાના ન્યુયોર્કમાં સોથેબી કંપનીએ ગુરુવારે રૂબી(હિરો) $34.8 મિલિયન ડોલરમાં ખરીદ્યો છે, જેણે કિંમતી હિરાની હરાજીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સમાચાર અત્યારે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.

ભારતીય રૂપિયામાં આ રુબીની કિંમત લગભગ 286 કરોડ રુપિયા જેટલી થાય છે.

અમેરિકાની ઘરેણાની કંપની ‘સોથબી’ એ આ રુબી(હિરાને) ખરીદ્યો છે. ક્વિગ બ્રૂનિંગ તેના પ્રમુખ છે.

આ મુલ્યવાન રુબીને ગયા વર્ષે જુલાઈમાં મોઝામ્બિકમાં મોન્ટેપ્યુસ રૂબી ખાણમાં શોધાયેલ 101-કેરેટ રફ પથ્થરમાંથી કાપવામાં આવ્યો હતો, જેનું સંચાલન ફુએરા જેમ્સ કંપની દ્વારા કરવામાં આવે છે.

આ કિંમતી હિરો ગયા વર્ષે આફ્રિકાના દેશ મોઝામ્બિકના કાબો ડેલગાડો રાજ્યના મોન્ટેપિયોઝ પ્રદેશમાં આવેલી ખાણમાંથી મળી આવ્યો હતો. મહત્વનું છે કે આ વિસ્તારમાં ઉગ્રવાદીઓ ઘણા વર્ષોથી દેશ વિરુદ્ધ યુધ્ધ ચલાવી રહ્યા છે.

કાબો ડેલગાડો એ મોઝામ્બિકનો એક ગરીબ પ્રદેશ છે, પરંતુ આ વિસ્તારમાં વિપુલ પ્રમાણમા ખનિજ ભંડાર છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ ક્ષેત્રમાં નોકરીની તકોનો અભાવ પણ ચરમપંથી ઉગ્રવાદીઓના ઉદય થવાનું એક મુખ્ય કારણ છે. આ વિસ્તારમાં સંઘર્ષ 2017 પછી શરૂ થયો હતો.

ઓક્શન હાઉસ સોથેબીના અધિકારીઓનું કહેવું છે કે રૂબીમાંથી મળેલી રકમનો એક ભાગ મોઝામ્બિકમાં માઇનિંગ, એન્જિનિયરિંગ અને ખેતીમાં ટેક્નોલોજી વિકસાવવા પર પણ ખર્ચવામાં આવશે.

આ પણ વાંચો: એમેઝોનના જંગલમાં વિમાનના અકસ્માતના 40 દિવસ પછી ચાર બાળકો જીવતા મળી આવ્યા

 

Back to top button