ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સોમવારે હાર્ટ એટેકનો ખતરો કેમ વધુ રહે છે? શું કહે છે રિપોર્ટ

  • ભારતમાં દસ વર્ષમાં લગભગ સવા બે લાખ ભારતીઓના મૃત્યુ હાર્ટએટેકથી થયા છે
  • આપણી ખોટી લાઇફસ્ટાઇલના કારણે હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે
  • વૈજ્ઞાનિકોએ હજુ સુધી એ જણાવ્યુ નથી કે બ્લૂ મન્ડે જેવી ઘટના કેમ બને છે

આપણી દિનચર્યા આંખના પલકારામાં બદલાઇ જાય છે. આજની ભાગદોડ ભરેલી જિંદંગીમાં આપણે ઘરથી પણ દુર રહેતા હોઇએ છીએ. આપણે આપણા હાર્ટનું ધ્યાન જાતે જ રાખવુ પડે છે. ભારતમાં દસ વર્ષમાં લગભગ સવા બે લાખ ભારતીઓના મૃત્યુ હાર્ટ એટેકથી થયા છે. આપણી ખોટી લાઇફસ્ટાઇલના કારણે હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે.

બ્રિટિશ હેલ્થ ફાઉન્ડેશનના તાજેતરના રિપોર્ટ મુજબ હાર્ટ એટેકની શક્યતાઓ અન્ય દિવસની સરખામણીમાં સોમવારે વધી જાય છે. આવું આપણી દિનચર્યામાં થયેલા પરિવર્તનના લીધે થાય છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે ફરી વખત કામ પર પાછા ફરવાના પ્રેશરના કારણે હાર્ટ એટેકની શક્યતાઓ સોમવારના દિવસે અન્ય દિવસની તુલનામાં 13 ટકા વધી જાય છે. જે લોકો ઘરની સમસ્યાઓથી પરેશાન છે, તેમની પર પણ આનો પ્રભાવ પડે છે.

આવા સંજોગોમાં બ્લુ મન્ડેનો સવાલ સૌથી મોટો છે. ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોએ હજુ સુધી એ જણાવ્યુ નથી કે બ્લૂ મન્ડે જેવી ઘટના કેમ બને છે. જાન્યુઆરીના ત્રીજા સોમવારને સૌથી નિરાશાજનક માનવામાં આવે છે. જોકે તેનુ કોઇ વૈજ્ઞાનિક કારણ નથી. તેની પર હજુ સંશોધન જારી છે. બ્રિટિશ હેલ્થ ફાઉન્ડેશન મુજબ તેના અનેક કારણ હોઇ શકે છે.

સોમવારે હાર્ટ એટેકનો ખતરો કેમ વધુ રહે છે? શું કહે છે રિપોર્ટ hum dekhenge news

વીકઓફમાં લાઇફસ્ટાઇલનું બદલાવુ

કેટલાક લોકો વીકઓફને યાદગાર બનાવવામાં વ્યસ્ત રહે છે. આવા સંજોગોમાં પાર્ટીમાં જવા આવવાનું અને દરેક પ્રકારના પકવાન ખાવાનું આપણી લાઇફસ્ટાઇલ પર નકારાત્મક અસર કરે છે. કેટલાક લોકો વીક ઓફમાં આલ્કોહોલ જેવી નશીલી વસ્તુઓનું સેવન પણ કરે છે, જે આરોગ્ય માટે હાનિકારક છે. આવા લોકો જ્યારે વીકઓફ બાદ કામ પર આવે છે તો તેમની પર અન્યની તુલનામાં કામનું દબાણ વધુ હોય છે.

શરીરમાં થઇ રહેલા પરિવર્તનોને નજરઅંદાજ કરવા

રિપોર્ટ મુજબ જે લોકો શરીરમાં થઇ રહેલા પરિવર્તનોને નજર અંદાજ કરે છે તે તેનો વધુ શિકાર થાય છે. જો તમે સારુ અનુભવતા નથી અને શરીરમાં કોઇ તકલીફ થઇ રહી છે તો તેને નજરઅંદાજ ન કરો. ખૂબ જ જલ્દી નજીકની હોસ્પિટલમાં જાવ અને તપાસ કરાવો.

સામાજિક અંતર અને વીકઓફમાં વધુ ઉંઘની અસર

જે લોકો સોશિયલ નથી અને પોતાનામાં જ રહેવાનું પસંદ કરે છે, તેમનામાં હાર્ટએટેકનો ખતરો વધુ રહે છે. આવા લોકો વીક ઓફમાં વધુ સમય સુવે છે. આ કારણે પણ હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.

પ્રદુષણ અને ટ્રાફિકની પણ અસર

સોમવારે અચાનક ટ્રાફિક વધવા પર પણ હાર્ટએટેકની સમસ્યાનો ખતરો વધુ રહે છે. વીક ઓફ બાદ અચાનક ટ્રાફિક વઘવાની અસર કેટલાક લોકોની ધડકન પર પડે છે. આવા સંજોગોમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે.

આ પણ વાંચોઃ શું તમે અંડરવેઇટ છો? ખોરાકમાં સામેલ કરો આ વસ્તુઓ

Back to top button