કેમ નાની ઉંમરમાં વધી રહ્યું છે હાર્ટએટેકનું પ્રમાણ ?
- હાર્ટએટેક પાછળના કારણો
- નાની ઉંમરના એક્ટર્સ થઈ રહ્યા છે હાર્ટએટેકનો શિકાર
એક અહેવાલ મુજબ ભારત વિશ્વની ડાયાબિટીસની રાજધાની બની રહ્યું છે. જેના કારણે મોટાભાગના યુવાનોમાં હાર્ટએટેકના કેસ વધી રહ્યા છે. સિદ્ધાર્થ શુક્લા, પુનીત રાજકુમાર, સોનાલી ફોગટ અને હાલમાં જ સિદ્ધાર્થ વીર સૂર્યવંશી આ બધા એવા અભિનેતા અને નેતાઓ છે કે જેમના મોત હાર્ટએટેક થી 30-40ની ઉંમરે થયા છે.
તાજેતરના વર્ષોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં માત્ર વૃદ્ધો જ નહિ પરંતુ હવે નાની ઉંમરમાં પણ હાર્ટએટેકથી મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલા તો માત્ર 60 વર્ષ કે તેથી વઘુની ઉંમરના વયોવૃદ્ધોમાં હાર્ટએટેકની સમસ્યા જોવા મળતી હતી. પરંતુ હવે તો આ સમસ્યા 30 વર્ષના યુવાનોમાં પણ જોવા મળી રહી છે. આ માટે જો એક્સપર્ટનું માનીએ તો તેઓ કહે છે કે આના માટે જવાબદાર આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલ, વઘુ જતું સ્ટ્રેસ લેવલ, અનીદ્રા, પોષ્ટિક આહારનો અભાવ, વધતું જતું કાર્ડિયાક એકસરસાઈઝ, સ્લીમ અને સિક્સ પેક એપ માટેનું ઘેલાચ્છા પણું કારણભૂત છે.
આ પણ વાંચો : વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવતા લોકપ્રિય ટીવી અભિનેતાનું મોત
ઘણા સેલીબ્રીટી નાની ઉંમરે બન્યા હાર્ટએટેકના શિકાર
તાજેતરમાં લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશી(46)ને હાર્ટએટેક આવતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન મૃત્યુ થતા આ મુદો કરી એકવાર ચર્ચાય રહ્યો છે. થોડા સમય પહેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (58),ને હાર્ટએટેક આવતા મૃત્યુ પામ્યા. ત્યારબાદ જાણીતા ગાયક કેકે(53) કોલકાતામાં લાઈવ કોન્સર્ટ બાદ હદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. આ જ રીતે ગતવર્ષે અભિનેતા સિદ્ધાર્થ શુક્લા(40), પુનીત રાજકુમાર(46), અમિત મિસ્ત્રી(47) હદયરોગથી મૃત્યુ પામ્યા હતા.
નાની ઉંમરે હાર્ટએટેક માટેના કારણો
નાની ઉંમરે હાર્ટએટેક માટેના કારણોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા પરિબળો છે. આ ઉપરાંત ધુમ્રપાન, બદલાતી જતી જીવનશૈલી, અપૂરતી ઊંધ, પોષ્ટિક આહારનો અભાવ, વધતો જતો તણાવ યુવાનોમાં હાર્ટએટેક માટે જવાબદાર છે.
વધતી જતી યુવાનોમાં ખરાબ આદતો
આજકાલના મોટાભાગના યુવાનો 18 થી 25 વર્ષની ઉંમરમાં ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન શરુ કરી દે છે. આ ઉપરાંત જંક ફુડ, વર્ક પ્રેશર, સ્ટેરોઈડના સાઈડ ઈફેક્ટ, સ્ટ્રેસ અને ફીટ દેખાવાનું ઘેલાચ્છાપણું જવાબદાર છે. હાલની પરિસ્થિતિ એવી છે કે 20 થી 30 વર્ષાના યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વઘી રહ્યું છે.
હાર્ટએટેકના ચોંકાવનારા આંકડા
2000 થી 2016 વચ્ચે યુવાનોમાં હાર્ટએટેકના કેસ દર વર્ષે 2% ના દરે વધ્યા છે. તાજેતરનો જ કિસ્સો છે નવરાત્રી દરમિયાન 21 વર્ષના યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. આ યુવક ન તો ડ્રગ એડીક્ટ હતો ન તો તેને કોઈ ગંભીર બીમારી હતી. આ બધા મુદા જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે આપણે વ્યસ્ત જીવન વચ્ચે સારી જીવનશૈલી માટે યોગ, ધ્યાન, તેમજ પોષ્ટિક આહાર અને પુરતી ઊંધ જેવા પરિબળો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી બન્યું છે.