વર્ષની પહેલી શનૈશ્વરી અમાસ કેમ છે ખાસ? શનિદેવને પ્રસન્ન કેવી રીતે કરશો?
વર્ષની પહેલી શનૈશ્વરી અમાસ 21 જાન્યુઆરીએ છે. આ નવા વર્ષની પહેલી અમાસ છે. મહા મહિનામાં પડતી હોવાના કારણે તેને મૌની અમાસ પણ કહેવાય છે. શનૈશ્વરી અમાસ પહેલા શનિદેવ પોતાની રાશિ કુંભમાં પ્રવેશ 30 વર્ષ બાદ પ્રવેશ કરવા જઇ રહ્યા છે. આ કારણે આ વર્ષની શનૈશ્વરી અમાસ વધુ મહત્ત્વની માનવામાં આવે છે. તેને મહા અમાવસ્યા પણ કહેવાય છે.
આ દિવસે શું કરવું જોઇએ?
આ દિવસે પવિત્ર ગંગામાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોમાં જણાવાયુ છે. ગંગા, યમુના, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય છે. આ દિવસે શનિદેવને તલના તેલનો દીપક કરવો જોઇએ સાથે સાથે પીપળાના ઝાડની પુજા પણ કરવી જોઇએ. સંતો આ દિવસે મૌન ધારણ કરે છે. આ દિવસે સ્નાન બાદ સુર્ય દેવતાને અર્ધ્ય આપીને તેમની પુજા કરવામાં આવે છે. તેનાથી પિતૃઓનો આત્મા પ્રસન્ન થાય છે. આ સાથે જરૂરિયાતમંદોને દાન પણ કરવુ જોઇએ. આ દિવસે ફળ, અનાજ, ગરમ કપડાં, બ્લેન્કેટ, કાળા તલ અને કાળા અડદનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે.
20 વર્ષ બાદ બનશે આવો સંયોગ
જ્યારે કોઇ અમાસ શનિવારે પડે છે તો તેને શનૈશ્વરી અમાસ કહેવાય છે. આ વખતે 21 જાન્યુઆરી, શનિવારે મહા મહિનાની પહેલી શનૈશ્વરી અમાસ છે. શનિવારે અમાસનો શુભ સંયોગ ઓછો થતો હોય છે. આજથી 20 વર્ષ પહેલા એટલે કે 1 ફેબ્રુઆરી 2003ના રોજ આવો શુભ સંયોગ બન્યો હતો જ્યારે મહા મહિનાની અમાસ શનિવારે આવી હતી અને આ દિવસે મૌની અમાવસ્યાનું પર્વ ઉજવાયુ હતુ. હવે આવો યોગ ચાર વર્ષ બાદ એટલે કે 6 ફેબ્રુઆરી 2027ના દિવસે બનશે.
આપણા ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે. વર્ષની તમામ 12 અમાસમાં આવી આ એકમાત્ર અમાસ છે. જેમા સ્નાન, દાન ઉપરાંત મૌન વ્રત રાખવાનું ખાસ મહત્વ છે. આ દિવસે મૌન રહી જપ, તપ, સાધના, પૂજા પાઠ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓમાં મહા અમાસ પર દાન પુણ્ય કરવાથી તમામ કરવાથી તમામ પ્રકારના દુઃખ દુર થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે.
અમાસનું શુભ મુહુર્ત
મૌની અમાસ તિથિ 21 જાન્યુઆરી શનિવારના રોજ સવારે 6:17 કલાકથી શરૂ થશે અને 22મી જાન્યુઆરીના રોજ સવારે 2:22 સુધી ચાલશે. ઉદયા તિથિ અનુસાર મૌની શનૈશ્ચરી અમાસ છે. એટલા માટે તે 21 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ પ્રસંગે શનિ, સૂર્ય અને શુક્રના સંયોગથી ખપ્પર યોગ બનશે. આ ખપ્પર યોગ 7મી જાન્યુઆરીથી 7મી માર્ચ સુધી એટલે કે મહા મહિનાથી ફાગણ મહિનાની વચ્ચે ચાલશે. આ પછી 22 એપ્રિલથી 15 મે સુધી ચતુરગ્રહી યોગ બનશે. તેમજ 10મી મેથી 30મી જૂન સુધી શનિનો ષડાષ્ટક યોગ છે. તે પછી મંગળ અને શનિનો સમસપ્તક યોગ પણ બનશે. આ દરમિયાન વિશ્વ મંચ પર અણધારી ઘટનાઓ જોવા મળી શકે છે. આ સાથે ચંદ્ર શનિની રાશિ મકરમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં શનૈશ્વરી અમાસના રોદ શનિદેવ ભક્તો પર કૃપા વરસાવશે.
આ પણ વાંચોઃ રમવા કુદવાની ઉંમરમાં હીરા વેપારીની દીકરીએ અપનાવ્યો સંન્યાસનો માર્ગ, 5 ભાષાઓમાં છે નિપૂર્ણ