ટ્રેન્ડિંગધર્મશ્રી રામ મંદિર

અયોધ્યામાં હનુમાનગઢી મંદિર વગર શ્રીરામના દર્શન કેમ અધુરા? જાણો રહસ્ય

  • અયોધ્યામાં સૌથી પ્રસિદ્ધ છે પવનપુત્ર બજરંગબલીનું મંદિર. આ પ્રાચીન મંદિરનું નામ હનુમાનગઢી છે. આ મંદિરના દર્શન વગર રામલલ્લાના દર્શન અધૂરા માનવામાં આવે છે.

અયોધ્યા, 18 જાન્યુઆરીઃ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અયોધ્યામાં તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બધાની નજર અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર પર છે . અયોધ્યાને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. અહીં લગભગ 8000 મઠ-મંદિર છે જે વિવિધ પરંપરાઓ અને માન્યતાઓ ધરાવે છે. તેમાં સૌથી પ્રસિદ્ધ છે પવનપુત્ર બજરંગબલીનું મંદિર. આ પ્રાચીન મંદિરનું નામ હનુમાનગઢી છે. આ મંદિરના દર્શન વગર રામલલ્લાના દર્શન અધૂરા માનવામાં આવે છે.

ભગવાન રામે હનુમાનજીને આપ્યું હતું આ મંદિર

આ મંદિર વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે લંકાથી પરત ફર્યા બાદ ભગવાન રામે તેમના પ્રિય ભક્ત હનુમાનને રહેવા માટે આ સ્થાન આપ્યું હતું. તેથી અયોધ્યા આવતા પહેલા હનુમાનગઢીમાં હાજર હનુમાનજીના દર્શન કરવા જોઈએ. અથર્વવેદ અનુસાર, ભગવાન રામે હનુમાનજીને આ મંદિર આપતા કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ભક્ત અયોધ્યા આવશે ત્યારે તે સૌથી પહેલા હનુમાનજીના દર્શન કરશે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અહીં દરેક સમયે હાજર રહે છે.

અયોધ્યાના આ હનુમાન મંદિર વગર શ્રીરામના દર્શન કેમ અધુરા? જાણો હનુમાનગઢીનું રહસ્ય hum dekhenge news

ઊંચા ટેકરા પર આવેલું છે હનુમાનગઢી

અયોધ્યા શહેરની મધ્યમાં આવેલું હનુમાનજીનું આ મંદિર રાજદ્વારની સામે એક ઊંચા ટેકરા પર આવેલું છે. હનુમાનગઢીને ભગવાન બજરંગબલીનું ઘર કહેવામાં આવે છે. આ મંદિરની ચારે બાજુ સાધુ-સંતોનાં નિવાસ્થાન છે. આ મંદિરની સ્થાપના 300 વર્ષ પહેલાં સ્વામી અભયારામદાસજીના આદેશ અનુસાર સિરોજુદ્દોલાએ કરી હતી. હનુમાનગઢીની દક્ષિણે સુગ્રીવ ટીલા અને અંગદ ટીલા છે.

એવું માનવામાં આવે છે કે આજે પણ હનુમાનજી ભગવાન રામના આદેશ પર અયોધ્યાનો કાર્યભાર સંભાળે છે. આ મંદિર અયોધ્યાની સરયુ નદીના જમણા કિનારે એક ઊંચા ટેકરા પર આવેલું છે. મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને 76 સીડીઓ ચઢવી પડે છે. આ મંદિરની તમામ દિવાલો પર હનુમાન ચાલીસા અને ચોપાઈઓ લખેલી છે.

હનુમાનગઢીમાં પુરી થાય છે મનોકામનાઓ

હનુમાન ગઢીમાં હનુમાનજીની પ્રતિમા દક્ષિણમુખી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અહીંયા દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં આવીને હનુમાનજીને લાલ ઝભ્ભો અર્પણ કરવાથી દરેક પ્રકારના દોષોથી મુક્તિ મળે છે. હનુમાનજીની કૃપાથી જીવનમાં સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે અયોધ્યાની સરયૂ નદીમાં પોતાના પાપ ધોતા પહેલા હનુમાનજીની પરવાનગી લેવી પડે છે. અયોધ્યાના સિદ્ધ પીઠ હનુમાનગઢી મંદિરમાં ગુપ્ત પૂજા પણ કરવામાં આવે છે અને તેનું રહસ્ય પણ ગુપ્ત છે. આ પૂજા પરોઢે 3 વાગ્યે શરૂ કરવામાં આવે છે. કહેવાય છે કે આ પૂજા દરમિયાન બજરંગબલી ભક્તોને સાક્ષાત દર્શન પણ આપે છે.

આ પણ વાંચોઃ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ભગવાન રામની ભક્તિમાં લીન રવિ કિશનનું નવું ગીત થયું રિલીઝ

Back to top button