ટ્રેન્ડિંગધર્મ

પૂજા પાઠ દરમિયાન શ્રીફળ કેમ વધેરવામાં આવે છે? કેમ સ્ત્રીઓ માટે અશુભ?

  • ઘરમાં શ્રીફળના જળનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાંથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ભારતમાં હિન્દુ લોકો કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા શ્રીફળ વધેરે છે.

હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન શ્રીફળ ધરાવવું અને પૂજા પછી તેને વધેરવું એ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા શ્રીફળ વગર અધૂરી માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં શ્રીફળને ત્રિદેવોનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં શ્રીફળને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઘરમાં શ્રીફળના જળનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાંથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ભારતમાં હિન્દુ લોકો કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા શ્રીફળ વધેરે છે. એવું માનવામાં આવે છે કે શ્રીફળ વધેરવાથી કામમાં આવતી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થાય છે અને કરેલા કાર્યોમાં સફળતા મળે છે.

શું છે તેની પાછળનું કારણ?

પૌરાણિક હિંદુ વાર્તાઓમાં તેનું વર્ણન જોવા મળે છે. જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેઓ માનવજાતિના ઉત્થાન માટે પોતાની સાથે દેવી લક્ષ્મી, નારિયેળનું ઝાડ અને કામધેનુ ગાય પણ લાવ્યા હતા. એવું પણ માનવામાં આવે છે કે નારિયેળના ઝાડમાં ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. એટલા માટે પૂજા દરમિયાન શ્રીફળ વધેરવું અને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે હિંદુ ધર્મમાં એક સમયે માનવ અને પશુઓની બલિ એકસમાન માનવામાં આવતી હતી. આ પરંપરાને તોડવા માટે શ્રીફળ વધેરવાની પરંપરા શરૂ થઈ.

પૂજા પાઠ દરમિયાન શ્રીફળ કેમ વધેરવામાં આવે છે? કેમ સ્ત્રીઓ વધેરતી નથી, શું છે કારણ? hum dekhenge news

શ્રીફળને માનવામાં આવે છે મંગલકારી

હિંદુ ધર્મમાં શ્રીફળને શુભ માનવામાં આવે છે. શ્રીફળની બાહ્ય છાલની તુલના માનવ અહંકાર સાથે કરવામાં આવે છે અને અંદરની સફેદ, નરમ સપાટીને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. પૂજામાં શ્રીફળ અર્પણ કરવાનો એક અર્થ એ છે કે આપણે આપણી જાતને ભગવાનના ચરણોમાં અર્પણ કરી છે. એવી માન્યતા છે કે પૂજા દરમિયાન શ્રીફળ ચઢાવવાથી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

સ્ત્રીઓ શ્રીફળ કેમ વધેરી શકતી નથી?

શ્રીફળને બીજ સ્વરૂપ માનવામાં આવે છે. શ્રીફળને પ્રજનન અથવા ઉત્પાદનનું પરિબળ માનવામાં આવે છે. સ્ત્રીઓ પણ બીજ સ્વરૂપે જ બાળકોને જન્મ આપે છે. આ કારણથી હિંદુ ધર્મમાં મહિલાઓને શ્રીફળ વધેરવું વર્જિત માનવામાં આવે છે. પૂજા દરમિયાન આપણે ઘણીવાર જોયું છે કે માત્ર પુરૂષો જ શ્રીફળ વધેરે છે.

આ પણ વાંચોઃ હોળી 2024: હોળાષ્ટક ક્યારથી શરૂ? કેમ આ 8 દિવસ અશુભ મનાય છે?

Back to top button