રમઝાનમાં ખજૂર ખાઇને કેમ ખોલવામાં આવે છે રોઝા?: જાણો તેના ફાયદા
દુનિયાભરમાં રમઝાનની શરૂઆત થઇ ચુકી છે. રમઝાનના આ પાક મહિનામાં ઇસ્લામ ધર્મને માનનારા લોકો 30 દિવસ સુધી રોઝા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે. રમઝાનમાં એક ખાસ ફુડ ખાઇને મુસ્લિમો રોઝા ખોલે છે. આ ખાસ ફુડ છે ખજૂર. ખજુરમાં કેલરી, આયરન, વિટામીન, કાર્બ્સ, ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કોપરની પ્રચુર માત્રા હોય છે. તે શરીરને તાકાત આપવાની સાથે કમજોરી જેવા લક્ષણો દુર કરે છે.
ખજૂર ખાઇને જ કેમ ખોલાય છે રોજા?
સુર્યાસ્ત બાદ ઇફ્તારી સમયે મુસ્લિમ લોકો ખજૂર ખાઇને રોજા ખોલે છે. એવું માનવામાં આવે છે કે ઇસ્લામના આખરી પયંગબર હજરત મોહમ્મદ સાહબની પસંદગીનું ફળ ખજૂર હતુ. તેઓ પણ રોઝા ખજુર ખાઇને ખોલતા હતા. ત્યારબાદ મુસ્લિમો આજે પણ તે પંરપરાને નિભાવી રહ્યા છે. ખજુર ખાઇને રોઝા ખોલવા પાછળ માત્ર ધાર્મિક કારણ નથી, પરંતુ આરોગ્ય સાથે જોડાયેલા કારણો પણ છે. ખજુર ખાવાથી આરોગ્યને ફાયદો થાય છે.
કેવી રીતે કરશો તાજા ખજુરની ઓળખ?
તાજા ખજૂરની ઓળખ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તેની ત્વચાને જુઓ. ધ્યાન રાખો, તાજા ખજૂરની સ્કિન એકદમ ફ્રેશ દેખાતી હોય છે, પરંતુ જ્યારે તે સુકાવા લાગે છે, ત્યારે તેની ઉપરની ત્વચા પર કચરલીઓ પડવા લાગે છે. સુકા ખજુરમાં તાજા ખજુરની તુલનામાં સુગર વધુ હોય છે. જેના લીધે ઘણા લોકોને નુકશાન થાય છે.
કેટલી માત્રામાં ખાશો ખજુર?
શરૂઆતમાં બે ખજૂર ખાઇ શકો છો. જો તમે તમારુ વજન વધારવા ઇચ્છો છો અને તમારું ડાઇજેશન સારુ છે તો તમે રોજ ચાર ખજૂરનું સેવન કરી શકો છો.
ખજુરને પલાળીને કેમ ખાવી જોઇએ?
ખજુરને પલાળીને ખાવાથી તેમાં રહેલું ફાઇટિક એસિડ નીકળી જાય છે. આ કારણે શરીરનું તેમાં રહેલા પોષક તત્વોને અવશોષિત કરવુ સરળ બની જાય છે.
ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે?
ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે
ખજુર મીઠી હોવા છતાં ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે, કેમકે તેમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખુબ ઓછો હોય છે. જો તમે રોજ એકાદ-બે ખજુરનુ સેવન કરશો તો તમારુ ગળ્યાનું ક્રેવિંગ પણ સંતોષાશે અને નુકશાન પણ નહીં થાય.
હાઇ બીપીમાં અસરકારક
હાઇબીપીને કન્ટ્રોલમાં રાખવુ હોય તો તમારે રોજ ખજુર ખાવી જોઇએ. તેમાં રહેલુ પોટેશિયમ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.
કબજિયાતની સમસ્યાથી રાહત
જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન હો તો પ્રોટીન અને ફાઇબરથી ભરપુર ખજુરનુ સેવન કરો. તેનાથી તમને રાહત મળશે. રાતે સુતા પહેલા ખજુરને પાણીમાં મિક્સ કરો અને સવારે તેને ખાઇ લો. તેનાથી તમારુ મેટાબોલિઝમ સુધરશે. પાચનતંત્ર સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ ખજુર ખાવાથી દુર થશે.
સીઝનલ રોગોમાં ફાયદાકારક
તમે રેગ્યુલર ખજૂર ખાઓ છો તો શરદી, ખાંસી અને ઉઘરસ જેવી સમસ્યાઓમાંથી બચી શકો છો. ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને સીઝનલ બીમારીઓ દૂર રહે છે. ખજૂરને દૂધમાં નાંખીને પણ ખાઇ શકાય છે. તેનો મિલ્કશેક બનાવીને પણ પી શકાય છે.
હાડકાં થશે મજબૂત
વધતી જતી ઉંમર સાથે આપણાં હાડકાં નરમ પડતા જાય છે. હાડકાંને મજબૂત બનાવવામાં ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂરમાં મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત બનાવે છે.
સ્કિનને પણ ચમકાવશે
ખજુરનુ સેવન કરવાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. ખજુર સ્કીનના રોગોથી બચાવે છે. તેમાં એન્ટીએજિંગ ગુણો હોવાના કારણે તમારા ચહેરા પર વૃદ્ધત્વના નિશાન દેખાતા નથી. જો તમે સળંગ એક મહિનો ખજૂરનું સેવન કરશો તો તમારી સ્કીન ચમકવા લાગશે.
આ પણ વાંચોઃ બુધ અને ગુરૂનો રેવતી નક્ષત્રમાં પ્રવેશઃ આ રાશિ માટે શરૂ થશે સારો સમય