ટ્રેન્ડિંગબિઝનેસ

કેમ ટ્વિટર પર #RIPTwitter થઇ રહ્યું છે ટ્રેન્ડ?

  • એલન મસ્કની મનમાની સામે કર્મચારીઓ ઝુક્યા નહીં
  • પહેલા અલ્ટીમેટમ આપ્યુ, હવે અપીલ કરવી પડી

એલન મસ્કની મનમાનીવાળા નિર્ણયો ટ્વિટરના કર્મચારીઓને ભારે પડી રહ્યા છે. કર્મચારીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #RIPTwitterનો ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. સંકટગ્રસ્ત કંપનીને છોડીને સેંકડો કર્મચારીઓ જઇ રહ્યા છે. આવા સંજોગોમાં ટ્વિટરનું સંકટ વધુ ઘેરુ બનતુ જાય છે. એલન મસ્કના આખરી ઇમેલ બાદ ટ્વિટર મુશ્કેલીઓમાં ઘેરાઇ ગયુ છે. એલન મસ્કે પોતાના છેલ્લા ઇમેલમાં લખ્યુ હતુ કે ટ્વિટર 2.0 પ્રત્યે પ્રતિબધ્ધ રહેવા માટે તૈયાર રહો અને જો તેમ ન કરી શકતા હો તો કંપની છોડી દો. સેંકડો કર્મચારીઓએ ટ્વિટરને છોડવાનો સંકલ્પ લઇ લીધો છે.કેમ ટ્વિટર પર #RIPTwitter થઇ રહ્યું છે ટ્રેન્ડ? -humdekhengenewsહવે એલન મસ્ક સામુહિક રાજીનામાંથી ખુબ જ પરેશાન છે અને લોકોને સોશિયલ મીડિયા ન છોડવાની અપીલ કરી રહ્યો છે. આ જ મસ્કે પહેલા લોકોને અલ્ટીમેટમ આપ્યુ હતુ હવે રોકાવાની અપીલ કરી રહ્યો છે. એવા લોકો જેઓ ટ્વિટર માટે મહત્ત્વપુર્ણ કામ કરી રહ્યા છે, તેમને એલન મસ્કે અપીલ કરી છે કે તેઓ કંપની ન છોડે. ટ્વિટર હવે મુશ્કેલીઓમાં ફસાઇ ચુક્યુ છે. ટ્વિટર પર #RIPTwitter ટ્રેન્ડ થઇ રહ્યુ છે.

એલન મસ્કે એવુ શું કહ્યુ કે સામુહિક રાજીનામાં પડ્યા

એલન મસ્કે બુધવારે એક ઇમેલ જારી કર્યો હતો. તેણે કર્મચારીઓને કહ્યુ હતુ કે કંપનીમાં પોતાના ભવિષ્ય પર વિચાર કરો. તેણે કહ્યુ હતુ કે જે લોકો રહેવા ઇચ્છે છે તેમણે વધુ કામ કરવુ પડશે. કર્મચારીઓએ વીકેન્ડ પર પણ કામ કરવુ પડશે. જે લોકો આમ કરવા ઇચ્છતા નથી તેઓ ત્રણ મહિનાનો પગાર લઇને કંપની છોડી શકે છે. મેલમાં એક ગુગલ ફોર્મની લિંક આપવામાં આવી હતી. કર્મચારીઓ પાસે ત્યાં માત્ર હા નો જ વિકલ્પ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ મુજબ આ ફોર્મ કંઇક એવુ હતુ જેના પરથી સાબિત થઇ શકે કે એલન મસ્ક મનમાની કરી રહ્યા છે.

આ પણ વાંચો : મસ્કનું બીજુ કારનામું, એપ ડેવલપર એન્જિનિયરને હટાવવાની ટ્વિટર પર જ જાહેરાત

કેમ ટ્રેન્ડ થઇ રહ્યુ છે #RIPTwitter

ટ્વિટરના કર્મચારીઓ જ #RIPTwitter ટ્રેન્ડ કરી રહ્યા છે. મોટાભાગના લોકોનુ કહેવુ છે કે ટ્વિટરની મુળ આત્મા મરી ગઇ છે. એલન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી કંપની ખરાબ રીતે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. એલન મસ્કનો બ્લુ સબ્સક્રિપ્શન પ્લાન પણ ફેલ સાબિત થઇ ચુક્યો છે. લોકો પૈસા આપીને ફેક એકાઉન્ટ્સ પણ વેરિફાઇ કરાવી રહ્યા હતા. આવા સંજોગોમાં અસલી અને ફેક યુઝર્સની વચ્ચેનુ અંતર ખતમ થઇ ગયુ હતુ

Back to top button