કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટ્રેન્ડિંગમીડિયા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘રાજપુત વિરોધી મોદી’ કેમ કરી રહ્યું છે ટ્રેન્ડ?

  • ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે #राजपूत_विरोधी_मोदी
  • બે દિવસથી રાજપૂત સમાજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરી રહ્યા છે રુપાલા અને પીએમ મોદીનો વિરોધ

HD ન્યૂઝ ડેસ્ક, 15 એપ્રિલ: ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ છે. તેનું કારણ માત્ર પુરુષોત્તમ રૂપાલા દર્શાવવામાં આવી રહ્યું છે. રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને ભાજપે લોકસભાની ટિકિટ આપી છે તે ટિકિટ રદની માંગણી કરી રહેલો ક્ષત્રિય સમાજ સોશિયલ મીડિયામાં પણ વિરોધ કરી રહ્યો છે. ત્યારે ગઈકાલે રવિવારે (14 એપ્રિલ) રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં ભાગ લેવા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉમટી પડ્યા હતા. રુપાલાના વિરોધમાં મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો આકરા પાણીએ જોવા મળ્યા હતા.

ટિકિટ રદની માંગ સાથે યોજાયું હતું ક્ષત્રિય સમાજનું મહાસંમેલન

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રાજકોટમાં યોજાયેલા અસ્મિતા સંમેલનમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના ક્ષત્રિય આગેવાનોએ પણ ભાગ લીધો હતો. લાખોની ભીડ વચ્ચે ક્ષત્રિય સમાજે અલ્ટીમેટમ આપ્યું હતું કે જો રૂપલની ટીકીટ કેન્સલ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એક થઈને તેની વિરુદ્ધમાં મતદાન કરશે.

બે દિવસથી X (અગાઉ ટ્વિટર) પર ટ્રેન્ડ કરી રહ્યું છે #राजपूत_विरोधी_मोदी

 

ગુજરાતમાં જ્યારથી પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલુ થયો છે ત્યારથી આખા ગુજરાતમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજના લોકો દ્વાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ક્ષત્રિય સમાજના મહાસંમેલન પહેલાથી જ ટ્વિટર પર #राजपूत_विरोधी_मोदी હેસ્ટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. જે આજે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રે્ન્ડ થતું જોવા મળ્યું છે. #राजपूत_विरोधी_मोदी આ હેસ્ટેગ સાથે સોશિયલ મીડિયા પર ઢગલો પોસ્ટો થઈ છે અને પોસ્ટ સાથે ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રુપાલાની ટિકિટ રદની માંગ કરી રહ્યા છે.

પુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા

ભાજપ જો 16 એપ્રિલના સવાર સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે તો રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ સોશિયલ મીડિયા X પર કવિતા લખીને જણાવ્યું છે કે તેઓ 16 એપ્રિલના બપોરે ચારેય કુળદેવીઓના દર્શન કરીને સ્વાભિમાનની લડાઈ માટે મેદાને ઉતરશે.

 

આ પણ વાંચો: જેનીબેન ઠુમ્મરે કોંગ્રેસના પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યું, રૂપાલા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે

Back to top button