ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધીને કેમ ઠંડી નથી લાગી રહી ? તો કોણે ગણાવી રહ્યા છે પોતાના ‘ગુરુ’

ભારત જોડો યાત્રાના કારણે સતત ચર્ચામાં રહેતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા તો સાથે જ લોકોમાં કુતુહલ ઉઠાવતા એવા પ્રશ્ન ઠંડી કેમ નથી લાગી રહી તેના પર પણ તેમને જવાબ આપ્યો હતો. ભાજપ અને સંઘ પર કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ અને સંઘ એ મારા ગુરુ સમાન છે. અને તેમને મને શીખવ્યું છે કે રાજકરણમાં શું ન કરવું જોઇએ.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની 41 હજારની ટી-શર્ટ પર ડિજિટલ વોર શરૂ, BJPના આરોપ પર કોંગ્રેસે આપ્યો જવાબ

ઠંડી નથી લાગી રહી કે શું ?

છેલ્લા થોડાં દિવસોથી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજધાની દિલ્હીમાં પહોંચી છે ત્યારે ઠંડીનો પારો પણ ખૂબ નીચે જઈ રહ્યો છે. આ વચ્ચે પત્રકારઓ તરફથી ટી-શર્ટ વિશે પૂછવામાં આવેલા સવાલ પર રાહુલે કહ્યું કે શું મારે સ્વેટર પહેરવું જોઈએ. હું ઠંડીથી ડરતો નથી. મને ઠંડી નથી લાગતી. જ્યારે ઠંડી પડશે, ત્યારે હું સ્વેટર પહેરવાનું શરૂ કરીશ.

આ પણ વાંચો : T-shirtમાં ઠંડી નથી લાગતી ? આ સવાલનો રાહુલે આપ્યો જોરદાર જવાબ

હાલમાં જ રાહુલ ગાંધીની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થયા હતા તેના પર તેમણે કહ્યું કે, સરકાર ઈચ્છે છે કે હું બુલેટ પ્રુફ વાહનમાં ભારત જોડો યાત્રા કરું છું. જે મને મંજૂર નથી. તેમણે કહ્યું કે જ્યારે તેમના વરિષ્ઠ નેતાઓ બુલેટ પ્રુફ વાહનમાંથી બહાર આવે છે ત્યારે કોઈ ચીઠ્ઠી જતી નથી. તેમના માટે પ્રોટોકોલ અલગ છે, મારા માટે અલગ છે. તેઓ કેસ કરી રહ્યા છે કે રાહુલ ગાંધી નિયમો તોડે છે તેમ રાહુલે કહ્યુ હતું.

બીજી તરફ 2024માં વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારી અંગે રાહુલ ગાંધી ફરી એકવાર જવાબ જોડી તોડીને રજુ કર્યો અને કહ્યું કે, આ મુદ્દો ભટકાવાની વાત છે, મીડિયાને તેમાં રસ છે. જો તમે પીએમ હોત તો તમે કયા 5 મોટા પગલા લીધા હોત તેવા સવાલ પર રાહુલે પીએમની વાતને કાપી નાખતા શિક્ષણ, રોજગાર, ઉત્પાદન, વિદેશ નીતિને લઈને તેમનો પરિપ્રેક્ષ્ય જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો દેશના લોકો એકબીજાને નફરત કરે તો કંઈ થઈ શકે નહીં. પ્રેમનો પાયો જરૂરી છે.

આ પણ વાંચો : ‘ભારત જોડો યાત્રા’માં જોડાશે સ્મૃતિ ઈરાની ? કોંગ્રેસે મોકલ્યું આમંત્રણ

વિપક્ષી એકતા અંગે આ વાત કહી

જ્યારે કેન્દ્રમાં વિપક્ષી એકતાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષના નેતાઓ અમારી સાથે ઉભા છે. એમાં કોઈ શંકા નથી, પરંતુ દરેક પક્ષની પોતાની રાજકીય મજબૂરીઓ હોય છે. ભારત જોડો યાત્રામાં કોઈ આવે કે ન આવે તે તેમના પર નિર્ભર છે. આ પ્રવાસમાં દરેકનું સ્વાગત છે.અમે કોઈને અમારી સાથે જોડાતાં કોઈને રોકીશું નહીં. આ સાથે કહ્યું કે, જો અખિલેશ, માયાવતી અને અન્ય લોકો ‘મોહબ્બત કા હિન્દુસ્તાન’ બનાવવા માગતા હોય તો બધા તેમાં જોડાશે.

Back to top button