ઈશા દેઓલના ડિવોર્સ પર માતા હેમા માલિની કેમ રહી ચૂપ? આ છે કારણ


- હવે ઈશા દેઓલના ડિવોર્સને લઈને એક મોટી વાત સામે આવી છે અને એ એમ છે કે હેમા તેની દીકરીને સપોર્ટ કરવાની સંપૂર્ણ કોશિશ કરી રહી છે.
મુંબઈ, 15 ફેબ્રુઆરીઃ ઈશા દેઓલ અને ભરત તખ્તાનીએ થોડા દિવસ પહેલા અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેની આ જાહેરાતથી ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે, કેમ કે બંનેના સંબંધો ઘણા લાંબા સમયથી હતા. એટલું જ નહીં એવા સમાચારો પણ સામે આવ્યા હતા કે બંનેની લાઈફમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ ચૂકી છે. હવે ઈશા દેઓલના ડિવોર્સ પર એક મોટી વાત સામે આવી છે અને એ એમ છે કે હેમા તેની દીકરીને સપોર્ટ કરવાની સંપૂર્ણ કોશિશ કરી રહી છે.
ધણા સમયથી ચાલતો હતો પ્રોબલેમ
એક રિપોર્ટ મુજબ ઈશા અને ભરત વચ્ચે લાંબા સમયથી પ્રોબલેમ ચાલી રહ્યો હતો. ઈશા અને તેના પતિએ ઘણા સમયથી નક્કી કરી લીધું હતું કે બંને અલગ થશે. બંને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. હવે બધુ બહાર આવી જ ગયું છે તો ઈશા લાઈફમાં આગળ વધવા વિશે વિચારી રહી છે.
હેમાનો દીકરીને સપોર્ટ
એટલું જ નહિ હેમા હાલમાં દીકરીના નિર્ણય પર કોઈ કોમેન્ટ કરવા ઈચ્છતી નથી. હેમા માને છે કે આ ઈશાની લાઈફ છે અને તે વચ્ચે આવવા ઈચ્છતી નથી. તે ઈશાની સાથે જ છે. ઉલ્લેખનીય છે કે ઈશા અને ભરતના અલગ થવાના સમાચાર ત્યારે આવ્યા હતા જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં હેમાના બર્થડે પર ભરત દેખાયો ન હતો.
ઈશા અને ભરતની સ્ટોરી
ઈશા અને ભરત મળ્યા ત્યારે તેઓ ટીનેજર હતા. બંને જ્યારે 20 પ્લસના થયા ત્યારે ડેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. બંનેને બે દીકરીઓ રાધ્યા અને મિરાયા છે. બંનેએ અલગ થવાની સાથે જ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે સાથે મળીને અલગ થવાનું નક્કી કર્યું છે. અમારા માટે અમારા બંને બાળકોનું ભવિષ્ય જરૂરી છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી પ્રાઈવસીની રિસ્પેક્ટ કરવામાં આવે.
આ પણ વાંચોઃ શ્રીકૃષ્ણ ભૂતપૂર્વ પત્નીથી ત્રાહીમામ થયા, દાખલ કરી પોલીસ ફરિયાદ