જીવનમાં મોબાઈલની જરુર કેમ છે? બાળકે પોસ્ટ દ્વારા સમજાવ્યું, વાંચો અહીં
HD ન્યૂઝ ડેસ્ક, 27 ઓગસ્ટ: આજના સમયમાં મોટા ભાગના લોકો એવા છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તમે પણ સોશિયલ મીડિયાના એક યા બીજા પ્લેટફોર્મ પર એક્ટિવ હશો જ. જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો તમારા ફીડ પર વાયરલ પોસ્ટ અને વીડિયો ચોક્કસપણે દેખાતા જ હશે. ઘણી પોસ્ટ અથવા વીડિયો તમને આશ્ચર્યચકિત કરી શકે છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં ફોનની જરૂરિયાતને સંપૂર્ણ રીતે સમજાવવામાં આવી છે. તેને જાણ્યા પછી તમે ચોક્કસ ચોંકી જશો.
વાયરલ પોસ્ટમાં શું જોવા મળ્યું?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં તેની નીચે એક સવાલ અને તેના જવાબ લખેલા જોવા મળે છે. પ્રશ્ન પૂછ્યો કે ‘મોબાઇલનો ઉપયોગ શું છે?’ જવાબમાં બાળકે લખ્યું, ‘મોબાઈલ આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો આપણી પાસે મોબાઈલ ન હોય તો આપણે જીવી શકતા નથી. જો ફોન નહીં હોય તો મૂડ ખરાબ થઈ જશે. આના કારણે તમે ભણી શકશો નહીં, નોકરી નહીં મેળવી શકો, તમારી પાસે પૈસા નહીં હોય. પૈસા નહીં હોય તો ખાવાનું નહીં મળે અને ખાવાનું નહીં મળે તો આપણે પાતળા થઈ જઈશું. આ કારણે, જો તમે ખરાબ દેખાશો તો કોઈ તમને પ્રેમ નહીં કરે, અને જો કોઈ પ્રેમ નહીં કરે તો લગ્ન નહીં કરી શકાય. જો તમે આ પછી એકલા રહેશો તો તમે ડિપ્રેશનમાં જશો. તમે તેનાથી બીમાર થશો અને પછી મૃત્યુ પામશો. આનો અર્થ એ છે કે ફોન નહીં તો જીવન નહીં.
અહીં જૂઓ વાયરલ પોસ્ટ:
આ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર creator03319 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ પોસ્ટને 4 લાખ 85 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. પોસ્ટ જોયા બાદ એક યુઝરે લખ્યું- ટેલેન્ટની કોઈ કમી નથી, ભારતીય વિદ્યાર્થીઓની બસ ખાલી કદર નથી. અન્ય યુઝરે લખ્યું- મને મારા એક મિત્રની યાદ આવી ગઈ. ત્રીજા યુઝરે લખ્યું- તે સાચું છે. અન્ય એક યુઝરે લખ્યું- તમે ક્યાં હતા જ્ઞાની બાબા.
આ પણ વાંચો: યુટ્યુબર સ્પીડની નકલ કરવી યુવકને ભારે પડી, જૂઓ ખતરનાક સ્ટંટ