ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

લાલ ગુલાબથી જ કેમ કરવામાં આવે છે પ્રેમનો એકરાર? જાણો બીજા રંગના ફુલનું મહત્ત્વ

Text To Speech
  • પ્રેમ વ્યક્ત કરવા માટે લાલ રંગના ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો સંબંધોમાં ગુલાબના અલગ અલગ રંગનું શું હોય છે મહત્ત્વ

જ્યારે પ્રેમ વ્યક્ત કરવાની વાત આવે છે, ત્યારે લાલ ગુલાબની જરૂર પડે છે. જો તમે કોઈ વ્યક્તિને લાલ ગુલાબ આપો છો અને તે તેને સ્વીકારે છે, તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ પણ તમને પ્રેમ કરે છે. લાલ રંગને પ્રેમનો કલર કહેવામાં આવે છે. લાલ ગુલાબ પ્રેમનું પ્રતીક છે તેથી જ લાલ ગુલાબથી પ્રેમનો ઈઝહાર કરવામાં આવે છે. વેલેન્ટાઈન વીક એ પ્રેમનું વીક છે, તેથી તેની શરૂઆત રોઝ ડેથી થાય છે, પરંતુ લાલ રંગની સાથે અન્ય રંગોના ગુલાબ પણ સંબંધોમાં અલગ અલગ અર્થ ધરાવે છે.

લાલ ગુલાબને લઈને આ પણ એક વાત છે

વેલેન્ટાઈન વીક દરમિયાન લોકો રોઝ ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. રોમન પૌરાણિક કથાઓ અનુસાર, ગુલાબ પ્રેમની ઉત્કટતાનું પ્રતીક પણ છે. લાલ ગુલાબની વાર્તા પ્રેમની ગ્રીક દેવી સાથે જોડાયેલી છે. તેમના પ્રેમી સુધી પહોંચવા માટે તેમને સફેદ ગુલાબના કાંટામાંથી પસાર થવું પડ્યું હતું. તેમના લોહીને કારણે સફેદ ગુલાબનો રંગ લાલ થઈ ગયો હતો. અહીંથી જ લાલ ગુલાબનો સંબંઘ અતૂટ પ્રેમ સાથે જોડાયો હોવાની વાત છે.

‘હર રંગ કુછ કહેતા હૈ’

લાલ ગુલાબથી જ કેમ કરવામાં આવે છે પ્રેમનો ઈઝહાર? જાણો બીજા રંગના ફુલનું મહત્ત્વ hum dekhenge news

પિંક ગુલાબ

લાલ ગુલાબ પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. તો પિંક ગુલાબ એકબીજા પ્રત્યે વિશ્વાસ અને આકર્ષણ દર્શાવે છે. જો તમે કોઈની તરફ આકર્ષિત છો તો તમે તેને પિંક ગુલાબ આપી શકો છો.

પીળું ગુલાબ

પીળું ગુલાબ દર્શાવે છે કે તમે સંબંધને કેટલું મહત્ત્વ આપો છો. પીળું ગુલાબ ખાસ મિત્રને આપવામાં આવે છે, જેથી તેને અહેસાસ થાય કે તેની સાથે તમારી મિત્રતા ખૂબ જ ઊંડી છે.

પીચ રંગનું ગુલાબ

જો કોઈએ તમને મુશ્કેલ સમયમાં મદદ કરી હોય અને તમે તેનો આભાર માનવા ઈચ્છતા હોવ તો તેને પીચ રંગનું ગુલાબ આપી શકો છો. તેનાથી બીજી વ્યક્તિને અહેસાસ થશે કે તમે તેના પ્રત્યેનો આભાર વ્યક્ત કરી રહ્યા છો.

સફેદ ગુલાબ

સફેદ ગુલાબ શાંતિ અને સદ્ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાથે કોઈ મનભેદ થઈ ગયા છે અને તમે તેની સાથે પેચઅપ કરવા ઈચ્છો છો તો તેને સફેદ ગુલાબ આપો.

આ પણ વાંચોઃ વેલેન્ટાઈન ડે પર પાર્ટનરને ન આપશો આ ગિફ્ટ, સંબંધોમાં પડી શકે તિરાડ

Back to top button