ટ્રેન્ડિંગધર્મનેશનલ

કલ્કિ ધામ મંદિર શા કારણે બન્યું છે ખાસ? શું છે તેની વિશેષતાઓ?

  • કલ્કિ ધામ મંદિર પાંચ એકરમાં બની રહ્યું છે, જે જોવામાં ખૂબ જ ભવ્ય હશે
  • આ પહેલું મંદિર હશે જેમાં 1 નહિ પરંતુ 10 ગર્ભગૃહ હશે
  • મંદિરના 10 ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે

લખનઉ, 19 ફેબ્રુઆરીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના સંભલમાં કલ્કિ ધામના શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે કલ્કિ ધામનું ભૂમિ પૂજન કર્યું. અહીં એક ભવ્ય મંદિર બનવાનું છે. આ મંદિર ભગવાન વિષ્ણુના 10માં અવતારને સમર્પિત હશે. ધાર્મિક માન્યતા અનુસાર કલ્કિ ભગવાન કળયુગના અંતિમ સમયમાં પ્રગટ થશે. શાસ્ત્રોમાં કલ્કિ ભગવાનનો જન્મ ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં થવાની વાત કહેવાઈ છે. એટલે અહીં આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. કલ્કિ ભગવાનનું મંદિર ખૂબ ખાસ હશે કેમ કે તેની અનેક વિશેષતાઓ છે.

કલ્કિ ધામ મંદિર શા કારણે બન્યું છે ખાસ? શું છે તેની વિશેષતાઓ? hum dekhenge news
ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર – ફાઇલ તસવીર
  • ભગવાન વિષ્ણુના 10મા અને કળયુગના અંતિમ તબક્કામાં અવતાર લેનાર ભગવાન કલ્કિને આ મંદિર સમર્પિત છે. આ પહેલું એવું મંદિર છે જે ભગવાનના પ્રગટ થતાં પહેલાં જ બની રહ્યું છે.
  • કલ્કિ ધામ મંદિર પાંચ એકરમાં બની રહ્યું છે, જે જોવામાં ખૂબ જ ભવ્ય હશે.
  • આ પહેલું મંદિર હશે જેમાં 1 નહિ પરંતુ 10 ગર્ભગૃહ હશે. મંદિરના 10 ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. જેમાં મુખ્ય મૂર્તિ ભગવાન કલ્કિની હશે.
  • સંભલમાં ભગવાન કલ્કિનું મંદિર એટલે બની રહ્યું છે કેમ કે ધાર્મિક માન્યતા મુજબ ભગવાન કલ્કિનો જન્મ સંભલમાં વિષ્ણુયશા નામના તપસ્વી બ્રાહ્મણના પુત્રના રૂપમાં થશે. ભગવાન કલ્કિના પ્રકટ થવામાં હજુ ઘણો સમય છે પરંતુ આ મંદિર તેમની સ્મૃતિનું પ્રતીક માનવામાં આવશે.
  • મંદિરનું શિખર 108 ફૂટ ઊંચું હશે અને તેનું પ્રાંગણ 11 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવશે. આ સાથે મંદિરના પ્રાંગણમાં 68 તીર્થ પણ સ્થાપિત કરવામાં આવશે.
  • કલ્કિ ધામ મંદિરનું નિર્માણ પણ એ જ પથ્થરોથી કરવામાં આવશે જેનો ઉપયોગ રામ મંદિરના નિર્માણમાં કરવામાં આવ્યો હતો. આ એક પ્રકારના લાલ પથ્થર છે જે રાજસ્થાનના ભરતપુર સ્થિત બંસી પહાડપુરમાં મળી આવે છે. તેનું આયુષ્ય ઘણું લાંબુ કહેવાય છે અને તેમની ચમક પણ લાંબા સમય સુધી અકબંધ રહે છે.

આ છે ભગવાન વિષ્ણુના નવ અવતાર

કલ્કિ ધામ મંદિર શા કારણે બન્યું છે ખાસ? શું છે તેની વિશેષતાઓ? hum dekhenge news

મત્સ્ય

મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર છે. આ અવતારમાં ભગવાન માછલી બનીને પ્રગટ થયા હતા. એક રાક્ષસે વેદોને ચોરીને સમુદ્રના પેટાળમાં છુપાવી દીધા હતા, ત્યારે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લઈને વેદોને પરત મેળવ્યા અને તેને સ્થાપિત કર્યા હતા.

કૂર્મ

કૂર્મ અવતારને કચ્છપ અવતાર પણ કહેવાય છે. તેમાં ભગવાન વિષ્ણુ કાચબો બનીને પ્રગટ થયા હતા. કચ્છપ અવતારમાં વિષ્ણુ ભગવાને ક્ષીરસાગરના સમુદ્રમંથનમાં મંદર પર્વતને પોતાના કવચ પર સંભાળ્યો હતો.

વરાહ

વરાહ અવતાર હિંદૂ ધર્મ ગ્રંથો અનુસાર ત્રીજો અવતાર છે. આ અવતારમાં ભગવાન વિષ્ણુએ સુવરનું રૂપ ધારણ કરીને હિરણ્યાક્ષ રાક્ષસનો વધ કર્યો હતો.

નરસિંહ

ગ્રંથો અનુસાર નરસિંહ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે. તેમાં ભગવાનનો ચહેરો સિંહનો અને શરીર માણસનું હતું. નરસિંહ અવતારમાં તેમણે ભક્ત પ્રહલાદની રક્ષા માટે તેના પિતા રાક્ષસ હિરણ્યાકશ્યપને માર્યો હતો.

કલ્કિ ધામ મંદિર શા કારણે બન્યું છે ખાસ? શું છે તેની વિશેષતાઓ? hum dekhenge news

વામન

ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર વામન છે. તેમાં ભગવાને બ્રાહ્મણ બાળકના રૂપમાં ઘરતી પર આવીને પ્રહલાદના પૌત્ર રાજા બલિ પાસેથી દાનમાં ત્રણ ડગલા જમીન માંગી લીધી હતી.

પરશુરામ

દશ અવતારોમાં આ છઠ્ઠો અવતાર છે. તેઓ શિવના પરમ ભક્ત હતા. ભગવાન શંકરે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને પરશુ શસ્ત્ર આપ્યું હતું.

શ્રીરામ

ભગવાન વિષ્ણુના દસ અવતારમાંથી એક છે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામ. રામચરિતમાનસ અને રામાયણ બંનેમાં શ્રીરામનો ઉલ્લેખ જોવા મળે છે.

શ્રીકૃષ્ણ

શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા. ભાગવત ગ્રંથમાં ભગવાન કૃષ્ણની લીલાઓની કહાનીઓ છે. તેમના ગોપાલ, ગોવિંદ, દેવકી નંદન, વાસુદેવ, મોહન, માખણ ચોર, મુરારી જેવાં અનેક નામ છે. તેમણે મહાભારતના યુદ્ધ પહેલા અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો.

ભગવાન બુદ્ધ

ભગવાન વિષ્ણુના દશાવતારોમાં એક ભગવાન બુદ્ધ પણ છે. તેમને ગૌતમ બુદ્ધ અને મહાત્મા બુદ્ધ પણ કહેવામાં આવે છે. તેઓ બૌદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ 20 ફેબ્રુઆરી 2024: કુંભ રાશિના જાતકોને આજે માતા અને પિતાની તબિયતનું ધ્યાન રાખવું

Back to top button