ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

અત્યારથી જ કેમ પડી રહી છે આટલી ગરમી? જાણો શું છે કારણ?

ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો રેકોર્ડ તુટી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આ વર્ષે માર્ચ મહિનાથી જ લુ લાગવાની શરૂઆત થઇ જશે. સવાલ એ ઉઠે છે કે આ વખતે એવું શું છે કે અત્યારથી જ ગરમી વધી રહી છે. સુરજ આગનો ગોળો બનીને જબરજસ્ત તપી રહ્યો છે. પ્રકૃતિમાં શીત અને ગરમીનું કારણ સુર્યદેવને માનવામાં આવે છે. તે ગ્રહોના રાજા છે. તેમનો ગુસ્સો વધવો મતલબ પારો ચઢવો અને તેઓ જ્યારે શાંત અને શીતળ હશે ત્યારે પારો ઘટી જશે અને લોકોને શીતળતા મળશે. જોકે આ વર્ષે ગ્રહોની સ્થિતિ એવી બનેલી છે કે સુર્યદેવ અત્યારથી જ આગબબૂલા થઇ ગયા છે, જેના લીધે વાતાવરણમાં ગરમી વધી ગઇ છે.

અત્યારથી જ કેમ પડી રહી છે આટલી ગરમી? જાણો શું છે કારણો? hum dekhenge news

આ વર્ષના આરંભમાં શનિદેવનું આગમન કુંભ રાશિમાં થયુ છે અને કુંભ રાશિમાં શનિનું આગમન વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ઉપરથી શનિના ઘર કુંભ રાશિમાં અત્યારે શનિ સાથે સુર્યદેવ ચાલી રહ્યા છે. પ્રાચીન કથા છે કે સુર્યદેવ શનિદેવથી નારાજ થઇને જ્યારે કુંભ રાશિમાં આવ્યા હતા તો શનિના ઘર કુંભને સળગાવી દેવાયુ હતુ. શનિની સાથે સુર્યનું કુંભ રાશિમાં ગોચર સુર્યની પ્રચંડતાને વધારવાનું કામ કરે છે. તેથી આ વર્ષે ફેબ્રુઆરીમાં જ હવામાન ગરમ છે.

કુંભ રાશિમાં શનિની સૌથી મોટી ખુબી એ છે કે તે એવી ઘટનાઓનું સર્જન કરે છે, જે આશ્વર્યમાં નાખી દે છે. આ વર્ષે કુંભ રાશિના શનિના પ્રભાવથી દેશના કેટલાય ભાગોમાં રેતનું તોફાન આવી શકે છે. નવા પ્રકારના રોગોનું નિર્માણ થશે. જુની બિમારીઓ નવુ રૂપ લઇને પાછી આવી શકે છે.

અત્યારથી જ કેમ પડી રહી છે આટલી ગરમી? જાણો શું છે કારણો? hum dekhenge news

એપ્રિલમાં મેષ રાશિમાં મળશે સુર્ય અને ગુરૂ

આ વર્ષે એપ્રિલમાં ગુરુ અગ્નિ તત્વ રાશિ મેષમાં આવશે અને આ મહિનામાં સુર્ય પણ મેષ રાશિમાં આવીને ગુરૂને મળશે. સુર્ય અને ગુરુ બંને ગ્રહોને અગ્નિ તત્વના માનવામાં આવે છે. આવા સંજોગોમાં અગ્નિ તત્વ રાશિમાં બે અગ્નિ તત્વના ગ્રહ સુર્ય અને ગુરૂનો સંયોગ થશે , જે આ વર્ષે પ્રચંડ ગરમી લાવશે. આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ભીષણ ગરમીથી લોકો વ્યાકુળ બની જશે.

અત્યારથી જ કેમ પડી રહી છે આટલી ગરમી? જાણો શું છે કારણો? hum dekhenge news

સુર્યમાં વિસ્ફોટ પણ ગરમીનું મોટુ કારણ

ગયા અઠવાડિયે સુર્યમાં એક વિસ્ફોટ થયો હતો. સુર્યનો એક ટુકડો સુર્યથી અલગ થયો હતો. વૃહત સંહિતાના ત્રીજા અધ્યાયમાં સુર્યમાં વિસ્ફોટ અને આ પ્રકારની ઘટના થવા અંગે જણાવાયુ છે કે આ પ્રકારની સ્થિતિ હોય તો જન ધનની હાનિ થાય છે.

આ પણ વાંચોઃ જો તમારી પાસે છે ઇન્દિરા ગાંધીના ફોટાવાળો 5 રૂપિયાનો સિક્કો, તો કમાઈ શકો છો આટલા રૂપિયા

Back to top button