રાતે જમ્યા બાદ ટહેલવું કેમ છે જરૂરી? જાણો તેના અઢળક ફાયદા

- ચાલવાનો કોઈ વિકલ્પ નથી જ. પહેલા આપણે નાના નાના કામકાજ માટે ચાલીને જતા હતા. હવે 500 મીટરના રસ્તે પણ ચાલી શકતા નથી અને ટુ વ્હિલરના સેલ્ફ સ્ટાર્ટની સ્વીચ દબાવી દઈએ છીએ. બસ ત્યારથી જ બીમારીઓ વધવા લાગી છે. હવે તેનો રસ્તો કાઢવો પણ જરૂરી છે. તમે તમારા વડીલો પાસેથી પણ સાંભળ્યું હશે કે જમ્યા બાદ ટહેલવું જોઈએ.
આમ તો ચાલવું હંમેશા સારા જ પરિણામો આપે છે, પરંતુ રાતે જમ્યા બાદ ટહેલવું (શાંતિથી ચાલવું) ખૂબ જરુરી છે. જો તમે રાતે જમ્યા બાદ તરત સુઈ જતા હશો તો તમારુ આયુષ્ય ઘટી શકે છે, તમારુ શરીર અનેક રોગોનું ઘર બની શકે છે. તેથી જ જમ્યા બાદ ચાલવું જરૂરી કેમ કહેવાયું છે જાણો છો? આમ કરવાથી ખોરાક જલ્દી પચે છે. જો તમને ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચાની સમસ્યા હોય તો એક વખત તમારી લાઈફસ્ટાઈલ સમક્ષ નજર કરો. તમે જમીને તરત જ બેસી જતા હશો. તમે તમારા વડીલો પાસેથી પણ સાંભળ્યું હશે કે જમ્યા બાદ ખાસ કરીને રાતે જમ્યા બાદ ટહેલવું જોઈએ. તેના કારણે તમે પાચન સાથે જોડાયેલી સમસ્યાઓથી દૂર રહી શકો છો. ટહેલવાથી માત્ર પાચન સારુ નથી રહેતું, પરંતુ સાથે સાથે અનેક હેલ્થ સંબંધિત બીમારીઓ દૂર થાય છે.
રાતે જમ્યા બાદ કેટલી વાર ચાલવું જોઈએ?
કેટલાક લોકોનો સૌથી પહેલો સવાલ એ હોય છે કે આપણે જમ્યા બાદ કેટલી મિનિટ સુધી ચાલવું જોઈએ? જમ્યા બાદ 10થી 15 મિનિટ વોક કરવી ખૂબ જરુરી છે. આટલો સમય વોક કરવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને શુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે અને બીજી અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે.
જમ્યા બાદ ચાલવાના આ છે ફાયદા
પાચનની સમસ્યાઓમાંથી મુક્તિ
બપોરે કે રાતે જમ્યા બાદ 10 મિનિટ વોક કરવી જોઈએ. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ દુર થાય છે. કેટલાક લોકો જમ્યા બાદ ગેસ, બ્લોટિંગ અને એસિડિટીની ફરિયાદ કરે છે. આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે દવાના બદલે વોક શરૂ કરો.
વજન ઘટાડવામાં કારગત
આજકાલ લોકોને વજન વધવાની સમસ્યા વધુ હોય છે. જે લોકોને વજન વધવાની ફરિયાદ હોય તે જમ્યા બાદ 10થી 15 મિનિટ વોક જરુર કરે. આ ઉપાયથી વજન ઘટાડી શકો છો. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ચાલવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. આ કારણે તમારુ વજન ઘટી શકે છે.
શુગર રહે છે કન્ટ્રોલમાં
જમ્યાના થોડા સમય બાદ શરીરમાં શુગર બનવા લાગે છે. જ્યારે તમે જમ્યા બાદ કોઈ એક્ટિવીટી કરતા નથી તો શુગરનું લેવલ વધી જાય છે, તેથી 10 મિનિટ ચાલવું જરૂરી છે, તેનાથી તમે શુગર લેવલને કન્ટ્રોલમાં રાખી શકો છો.
આ પણ વાંચોઃ 2023નું લગ્નનું છેલ્લું મુહૂર્ત 15 ડિસેમ્બર, કેમ લાગે છે માંગલિક કાર્યો પર બ્રેક