ટ્રેન્ડિંગધર્મ

નવા ઘરમાં રહેવા જતા પહેલા ગૃહ પ્રવેશ પૂજા કરવી કેમ છે જરૂરી?

  • હિન્દૂ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા ભગવાનને યાદ કરવા અને વિધિ વિધાન પૂર્વક તેમની પૂજા અર્ચના કરવી જરૂરી છે. આ સંદર્ભમાં ગૃહ પ્રવેશ પૂજા પમ મહત્ત્વની માનવામાં આવી છે.

દેવી-દેવતાઓની પૂજા આપણા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ શુભ કાર્યોને સફળ બનાવે છે. પછી તે લગ્ન હોય, જન્મોત્સવ હોય કે પછી ગૃહ પ્રવેશ હોય. હિંદુ ધર્મમાં લગભગ દરેક શુભ અવસર પર દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા ઘરમાં પૂજા કરાવવામાં આવે છે. જેને ગૃહ પ્રવેશ પૂજા કહેવામાં આવે છે. જાણો ગૃહ પ્રવેશ પૂજાના કેટલા પ્રકાર છે અને તે ક્યારે કરવી અને ક્યારે ન કરવી જોઈએ?

ત્રણ પ્રકારની હોય છે ગૃહ પ્રવેશ પૂજા

નવા ઘરમાં રહેવા જતા પહેલા ગૃહ પ્રવેશ પૂજા કરવી કેમ છે જરૂરી?  hum dekhenge news

1. અપૂર્વ ગૃહ પ્રવેશ પૂજા

જ્યારે પ્રથમ વખત ઘર બનાવીને તેમાં પ્રવેશ કરવામાં આવે છે તો તે પૂજાને અપૂર્વ ગૃહ પ્રવેશ પૂજા કહેવામાં આવે છે.

2. સપૂર્વ ગૃહ પ્રવેશ પૂજા

જ્યારે કોઈ કારણસર તમે તમારું ઘર છોડીને બીજા ઘરમાં જાવ અથવા બીજા શહેરમાં જાઓ અને પછી ત્યાંથી પાછા ફરીને એ જ ઘરમાં આવો, તો તે સમયે કરવામાં આવતી પૂજાને સપૂર્વ ગૃહ પ્રવેશ પૂજા કહેવામાં આવે છે.

3. દ્વાંધવ ગૃહ પ્રવેશ પૂજા

જ્યારે કોઈ આપત્તિ અથવા કોઈ પરેશાનીના કારણે વ્યક્તિ થોડા સમય માટે રહેતો હોય તે ઘર છોડીને ફરી એ જ ઘરમાં પ્રવેશ કરે છે તો ત્યારે કવામાં આવતી પૂજાને દ્વાંધવ ગૃહ પ્રવેશ પૂજા કહેવામાં આવે છે.

વાસ્તુની શાંતિ

જ્યારે ગૃહ પ્રવેશ પૂજા કરવામાં આવે છે, ત્યારે વાસ્તુની શાંતિ માટે હવન કરવામાં આવે છે. તેના કારણે ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. આ ઉપરાંત, વ્યક્તિ ગ્રહોની હાનિકારક અસર અને નકારાત્મક અસરોથી પણ સુરક્ષિત રહે છે. વાસ્તુશાસ્ત્રની પૂજામાં ભગવાન વાસ્તુની પૂજા સાથે સત્યનારાયણ અને દેવી લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે.

વાસ્તુ પૂજા

આ પૂજામાં વાસ્તુ દેવતાની પૂજા કરવામાં આવે છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે આ પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. આ પૂજા ઘરની બહાર કરવાનો નિયમ છે. તેમાં મુખ્ય પ્રવેશદ્વાર પર તાંબાના કળશમાં નવ પ્રકારના અનાજ અને એક સિક્કો રાખવામાં આવે છે. એક નારિયેળને લાલ કપડામાં લપેટીને કળશ પર મૂકવામાં આવે છે. પૂજા કર્યા પછી, ઘરના દંપતી કળશને ઘરની અંદર લઈ જાય છે અને તેને હવન કુંડ પાસે સ્થાપિત કરે છે.

આ પણ વાંચોઃ માર્ચ મહિનામાં ચમકશે આ રાશિઓની કિસ્મત, મા લક્ષ્મીની રહેશે કૃપા

Back to top button