ટ્રેન્ડિંગધર્મ

ઘરની લોબીમાં આ નિયમોનું પાલન કરવુ કેમ છે જરૂરી?

Text To Speech
  • વાસ્તુ અનુસાર લોબી એરિયામાં સકારાત્મકતા હોવી જોઇએ
  • ઘરની આ જગ્યાએ બેસવાથી સંબંધો મજબૂત થાય છે
  • લોબીનો રંગ હળવો હોવો જોઇએ, ડાર્ક કલર નકારાત્મકતા લાવે છે

લોબીનું ઘરમાં મહત્ત્વનું સ્થાન હોય છે. અહીં પરિવારના સભ્યો અને મહેમાનો બેસે છે. વાસ્તુ અનુસાર અહીં સકારાત્મકતા હોવી જોઇએ, કેમકે આ જગ્યાથી સંબંધો મજબૂત થાય છે. વાસ્તુ અનુસાર અહીં કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે.

વાસ્તુ અનુસાર લોબી ઉત્તર કે પુર્વ દિશામાં બનાવવી જોઇએ. જો આ દિશા ખાલી ન હોય તો લોબી પશ્વિમમાં બનાવવી જોઇએ. લોબીનો રંગ હળવો હોવો જોઇએ. વધુ ડાર્ક કલર નકારાત્મક પ્રભાવ પાડે છે. હળવા રંગ હશે તો ઘરનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ અને સકારાત્મક રહેશે.

ઘરની લોબીમાં આ નિયમોનું પાલન કરવુ કેમ છે જરૂરી? hum dekhenge news

  • લોબીમાં ફર્નિચરની વ્યવસ્થા એ પ્રકારે હોવી જોઇએ કે ભારે ફર્નિચર દક્ષિણની તરફ હોય અને હળવુ ફર્નિચર ઉત્તર કે પુર્વની તરફ હોય.
  • દિવાલો પર પેઇન્ટિંગ વગેરે ઓછુ હોવુ જોઇએ. દિવાલો ભરચક ન હોવી જોઇએ. જેથી માહોલ હળવો ફુલ રહે.
  • વધુ પડતુ ફર્નિચર, મૂર્તિ વગેરે ન હોવુ જોઇએ. નહીં તો લોબી બહુ ભારે ભારે લાગી શકે છે અને ત્યાં બેસનાર લોકોને ભારેપણુ અનુભવાય છે.

આ પણ વાંચોઃ ‘ધીરેન્દ્ર શાસ્ત્રી’ ના ચમત્કારોનું શું છે રહસ્ય, કેમ થઈ રહી છે બાબાની ચર્ચા ?

Back to top button