35 વર્ષ બાદ આખરે વજન ઘટાડવાનું કેમ બની જાય છે મુશ્કેલ?
- ઉંમર વધવાની સાથે મેટાબોલિઝમ નેચરલી સ્લો થતુ જાય છે
- યંગ એજની તુલનામાં 35 વર્ષ બાદ સ્ટ્રેસ લેવલ વધી જાય છે
- સતત કસરતની પ્રેક્ટિસ તમારા શરીરને મજબૂત બનાવશે
તમે ઘણી વખત માર્ક કર્યુ હશે કે શરીરના કોઇક ભાગનું વજન જાતે જ વધવા લાગે છે. તેને ઘટાડવા માટે ગમે તેટલી કોશિશ કરો તે બેકાર બની જાય છે. કોલેજ ટાઇમે તમે માત્ર ડાયેટિંગથી જ વજન ઘટાડી શકતા હતા, પરંતુ હવે તેવુ થતુ નથી. ઉંમર વધવાની સાથે મેટાબોલિઝમ નેચરલી સ્લો થતુ જાય છે. જેના કારણે વજન ઘટાડવુ સરળ હોતુ નથી.
35 વર્ષ બાદ વજન વધવા માટે આ કારણો પણ જવાબદાર હોય છે.
- મહિલાઓનુ શરીર ઘણી વખત પ્રીમેનોપોઝલ સ્ટેજ પર પહોંચી જાય છે. આ કારણે શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું લેવલ ઘટી જાય છે અને બોડીમાં ગ્લુકોઝનું લેવલ કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ બની જાય છે. આ કારણે વજન વધવા લાગે છે.
- ઘણી વખત કોલેજ લાઇફ અને યંગ એજની તુલનામાં 35 વર્ષ બાદ સ્ટ્રેસ લેવલ વધી જાય છે. આ કારણે પણ વજન વધી જાય છે.
- 20થી 30ની ઉંમરની વચ્ચે તમારા શરીરની ક્ષમતા વધુ હોય છે. તમે સરળતાથી ફિઝિકલ એક્સર્સાઇઝ કરીને વજન ઘટાડી શકો છો. 35ની ઉંમર બાદ આ બધી એક્સર્સાઇઝ તમારા માટે અઘરી બની જાય છે. આ કારણે વજન ઘટાડવુ મુશ્કેલ બને છે.
કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે વજન ઘટાડી શકો છો
ફિઝિકલી એક્ટિવ રહો
સતત પ્રેક્ટિસ તમારા શરીરને મજબૂત બનાવશે. એક્સર્સાઇઝ કરવાની ક્ષમતા વધારશે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને વેઇટ લિફ્ટિંગની પ્રેક્ટિસ કરતા રહો. તે કેલરી બર્ન કરવા અને મેટાબોલિઝમ રેટને વધારવામાં મદદ કરશે. હાઇ ઇન્ટેન્સિટી વર્કઆઉટ મસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરશે.
મોટિવેશન ખૂબ જરૂરી
એક્સર્સાઇઝ કરવા માટે મોટિવેશન ખૂબ
જરૂરી છે. તમે જિમ કે પાર્કમાં એક્સર્સાઇઝ કરવા પાર્ટનર શોધો, જે તમને મોટિવેટ કરવામાં અને વજન ઘટાડવામાં તમારી મદદ કરશે.
પ્રોટીન લેવાનું ન ભુલો
હેલ્ધી રહેવુ હોય તો પ્રોટીનથી ભરપૂર ડાયેટ લો. વેઇટ લોસ કરવા માટે પણ પ્રોટીન જરૂરી છે. તે કાર્બોહાઇડ્રેટની તુલનામાં મોડા મોડા ડાઇજેસ્ટ થાય છે. તેથી ભુખ કન્ટ્રોલમાં રહે છે.
જમવાનું ન છોડો
35 વર્ષ બાદ વજન ઘટાડવા માટે જમવાનું ન છોડો. જમવાનું છોડવાથી બોડીને કેલરી સ્ટોર કરવાનુ સિગ્નલ મળશે, નહીં કે બર્ન કરવાનું. આ કારણે મેદસ્વીતા વધશે. ખાવાનું ન ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે અને મીઠાનું ક્રેવિંગ તેજ થઇ જાય છે.
ડાયટ પર રહો ફિક્સ
વેઇટ લોસ માટે તમારુ ડાયટ ફિક્સ રાખો. 35 વર્ષ બાદ એન્ટીઇન્ફલેમેટ્રી ફુડ્સ અને ઓમેગા 3 ફેટી એસિડ ફુડ્સ ખાવ. લસણ, હળદર, ચોકલેટ, હર્બલ ટી અને બેરીઝમાં આ તમામ ક્વોલિટી મળી જશે. પર્યાપ્ત માત્રામાં ફાઇબર જરૂર સામેલ કરો.
આ પણ વાંચોઃ ‘ધ કપિલ શર્મા શો’ની આ સીઝનનો છેલ્લો એપિસોડ