ગણેશજીને મોદક કેમ છે પ્રિય? મોદક અને ગણેશ ચતુર્થીનું શું છે કનેક્શન?
- ગણેશજીને મોદક જ અર્પણ કરવા પાછળનું રહસ્ય શું છે, ગણેશજીને 21 મોદક જ કેમ અર્પણ કરવામાં આવે છે. શું છે તેની પાછળ જોડાયેલી કથા?
HD ન્યુઝ ડેસ્કઃ એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીની ઉજવણી ભગવાન ગણેશને એકવીસ મોદક અર્પણ કર્યા વિના પૂર્ણ થતી નથી, તેથી 10 દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ પર લોકો ભગવાન ગણેશને અનેક પ્રકારના મોદકનો ભોગ લગાવે છે. આ મીઠાઈ ગણેશજીના વ્યક્તિત્વનો અભિન્ન અંગ છે, જેના કારણે તેમને ‘મોદકપ્રિય’ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે મોદક પસંદ કરનાર,પરંતુ શું તમે જાણો છો કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને શા માટે 21 મોદક ચઢાવવામાં આવે છે અને બાપ્પાને આ મીઠાઈ કેમ ખૂબ ગમે છે? તો ગણેશજીને મોદક સાથે શું કનેક્શન છે તે જાણો
ભગવાન ગણેશને મોદકપ્રિય કેમ કહેવાય છે?
પ્રથમ લોકવાર્તા ભગવાન ગણેશના નાની રાણી મેનાવતીથી શરૂ થાય છે. એવું કહેવાય છે કે રાણી મેનાવતીએ તેમના પૌત્રની વધતી જતી ભૂખને સંતોષવા માટે અથાક મહેનત કરી હતી, પરંતુ જેમ જેમ ભગવાન ગણેશ મોટા થતા ગયા તેમ તેમ તેમની ભૂખ વધતી ગઈ. રાણીને અહેસાસ થયો કે ગણપતિ જેટલી ઝડપથી લાડુ ખાઈ શકે તેટલી ઝડપથી તેને બનાવવા અશક્ય છે. તેમણે એક વિકલ્પ વિશે વિચાર્યુ મોદક. તેને બનાવવામાં ઓછો સમય લાગે છે, તેથી તેઓ ભગવાન ગણેશને સંતુષ્ટ કરી શકે છે, ગણેશજી તેને ખુશી ખુશી ખાઈ લે છે. એટલા માટે ભગવાન ગણેશને મોદક પ્રિય કહેવામાં આવે છે.
ગણેશ ચતુર્થી પર 21 મોદક ચઢાવવાની પરંપરા શું છે?
બીજી જણાવે છે કે શા માટે ગણેશ ચતુર્થી દરમિયાન એકવીસ મોદક ચઢાવવામાં આવે છે. એક દિવસ દેવી અનુસૂયાએ ભગવાન શિવ, પાર્વતી અને ગણેશજીને ભોજન માટે બોલાવ્યા અને કહ્યું કે બાકીના બધાને ત્યારે જ ભોજન આપવામાં આવશે જ્યારે બાળક ગણેશ સંતુષ્ટ અને તૃપ્ત થશે. જો કે ગણેશજી વધુને વધુ ખોરાક માંગતા રહ્ય! ભોજનના અંતે તેમને એક મીઠાઈ આપવામાં આવી. મોદક મોદક ખાધા પછી ભગવાન ગણેશે સંતોષની નિશાની તરીકે જોરથી એક ઓડકાર આપ્યો. રસપ્રદ વાત એ છે કે જેમ જ ગણેશજીએ ઓડકાર ખાધો તેમ ભગવાન શિવે પણ ઓડકાર ખાધો અને તે પણ એકવીસ વખત.
માતા પાર્વતી આશ્ચર્યચકિત અને ઉત્સુક હતા કે તેમણે શું જોયું હતું, તેમણે દેવી અનુસૂયાને આ ચમત્કારિક મીઠાઈની રેસિપી પુછી. ત્યારબાદ પાર્વતીએ વિનંતી કરી કે તેમના પુત્રના તમામ ભક્તો તેમને એકવીસ મોદક અર્પણ કરે.
આ પણ વાંચોઃ અનંત અંબાણીએ લાલ બાગ ચા રાજાને ૨૦ કિલો સોનાનો મુકુટ ધર્યો, કિંમત છે…