ગણેશ ચતુર્થીટ્રેન્ડિંગધર્મ

ગણેશ વિસર્જન 10 દિવસ બાદ જ કેમ કરવામાં આવે છે? શું છે કારણ?

  • ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. સાથે જ પૌરાણિક કથાઓમાં એ પણ ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસે જ મહાભારત લખવાની શરૂઆત કરવામાં આવી હતી. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ગણેશજીને પ્રાથના કરી હતી

ભાદરવા મહિનાની સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. એ દિવસે લોકો ઘરે ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને તેના 10 દિવસ પછી અનંત ચતુર્દશીના રોજ ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય છે. જો કે ઘણી જગ્યાએ ગણપતિ બાપ્પાનું વિસર્જન દોઢ દિવસ, પાંચ દિવસ પછી પણ કરવામાં આવે છે. આમ તો ગણેશ ઉત્સવ આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ગણપતિ  બાપ્પા માત્ર 10 દિવસ જ કેમ રહે છે? 10માં દિવસ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરાય છે અને તેઓ પોતાના ઘરે ચાલ્યા જાય છે. તેની પાછળનું એક કારણ મહાભારત સાથે જોડાયેલુ છે.

ગણેશ વિસર્જન 10 દિવસ બાદ જ કેમ કરવામાં આવે છે? શું છે કારણ? hum dekhenge news

મહાભારતનું લેખન કાર્ય ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થયુ હતુ

માન્યતા અનુસાર ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. સાથે જ પૌરાણિક કથાઓમાં એ પણ ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસે જ મહાભારત લખવાની શરૂઆત કરવામાં આવી હતી. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ગણેશજીને પ્રાથના કરી હતી અને એ સમયે ગણેશજી એ એમને કહ્યું હતું કે લખતા સમયે તેમની કલમ ન અટકવી જોઈએ અને સાથે એમ પણ કહ્યું હતું કે જો તેની કલમ અટકી તો તે દિવસે તેઓ લખવાનું બંધ કરી દેશે. ત્યારે મહર્ષિ વેદ વ્યાસે કહ્યું હતું કે ભગવાન તમે વિદ્વાનોમાં સૌથી આગળ છો અને હું એક સાધારણ ઋષિ, જો મારાથી શ્લોકમાં કોઈ ભૂલ થાય તો તમે તેને સુધારી આપજો. આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું અને સતત 10 દિવસ સુધી ચાલ્યું હતું.

ગણેશ વિસર્જન 10 દિવસ બાદ જ કેમ કરવામાં આવે છે? શું છે કારણ? hum dekhenge news

ગણપતિ બાપ્પાનું શરીર જકડાઇ ગયુ હતુ

અનંત ચતુર્દશીના દિવસે જ્યારે મહાભારત લખવાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ગણેશજીનું શરીર જકડાઇ ગયુ હતુ. જરાય હલનચલન ન કરવાને કારણે તેના શરીર પર ધૂળ -માટી જામી ગઈ હતી. ત્યાર પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને પોતાના શરીરને શુદ્ધ કર્યું હતું. એટલા માટે જ ગણપતિની સ્થાપના 10 દિવસ સુધી કરવામાં આવે છે અને પછી ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

મનના મેલને હટાવવાનું પર્વ

ગણેશોત્સવને આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઇએ તો આ 10 દિવસ આપણા માટે સંયમમાં રહેવાનો સમય છે. આપણા મન અને આત્મા પર લાગેલો મેલ હટાવીને તેને સ્વચ્છ કરવાનો સમય છે. આ દરમિયાન દરેક વ્યક્તિએ પોતાનું અવલોકન કરતા સમગ્ર ધ્યાન ગણેશજીની ભક્તિમાં લગાવવુ જોઇએ.

આ પણ જાણોઃ ગણેશજીને રાશિ અનુસાર લગાવો આ ભોગઃ બાપ્પા હરશે તમામ વિધ્નો

Back to top button