ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ભારતીય યુવાનોમાં કેમ વધી રહ્યું છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ? શું છે કારણો?

  • ખરાબ લાઈફસ્ટાઈલ, ખાણીપીણી, શારીરિક વ્યાયામની કમી અને ઓછા પૌષ્ટિક ખોરાકના કારણે યુવા ભારતીયોમાં હાઈ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે. કોલેસ્ટ્રોલ હ્રદય સંબંધિત બીમારીઓ, ડાયાબિટીસ અને મેદસ્વીતાનું કારણ છે.

છેલ્લા થોડા સમયથી ભારતીય યુવાનોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે. ખરાબ લાઈફસ્ટાઈલ, ખાણીપીણી, શારિરીક વ્યાયામની કમી અને ઓછા પૌષ્ટિક ખોરાકના કારણે યુવા ભારતીયોમાં હાઈ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે.  કોલેસ્ટ્રોલ હ્રદય સંબંધિત બીમારીઓ, ડાયાબિટીસ અને મેદસ્વીતાનું કારણ છે.

આરોગ્ય નિષ્ણાતો કહી રહ્યા છે કે હવે તો 20 વર્ષની ઉંમર પહેલા જ યુવાનો હાઈ કોલેસ્ટ્રોલનો શિકાર બની રહ્યા છે. કોલેસ્ટ્રોલની બીમારી અગાઉ વૃદ્ધોની બીમારી તરીકે ઓળખાતી હતી, પરંતુ હવે એવું રહ્યું નથી. જોકે હાઈકોલેસ્ટ્રોલને યુવાનો ત્યાં સુધી માનતા નથી, જ્યાં સુધી તેઓ પોતાનો લિપિડ પ્રોફાઈલ રિપોર્ટ જોઈ ન લે. સૌથી ડરામણી વાત પણ એજ છે કે આટલા ખતરનાક હેલ્થ ઈશ્યૂને નજરઅંદાજ કરવામાં આવે છે.

સૌથી મહત્વની વાત એ છે કે કોલેસ્ટ્રોલની બીમારી ખૂબ નાની ઉંમરે શરૂ થઈ શકે છે, પરંતુ દર્દીઓને 20 વર્ષની ઉંમર પસાર ન થાય ત્યાં સુધી કોઈ સમસ્યાનો અનુભવ થતો નથી. આ જ કારણ છે કે ઘણા યુવાનો પ્લાકના કારણે જ નાની ઉંમરમાં જ હાર્ટ એટેકનો શિકાર બની જાય છે જેનું કારણ હાઈકોલેસ્ટ્રોલ હોય છે.

ભારતીય યુવાનોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? જવાબદાર કારણો જાણો hum dekhenge news

કોલેસ્ટ્રોલ શું છે?

કોલેસ્ટ્રોલ એ લીવરમાં બનનારો એક મીણ જેવો પદાર્થ છે, જે પાચન માટે જરૂરી હોર્મોન્સનું નિર્માણ કરે છે. હાઈ ડેંસિટીવાળા લિપોપ્રોટીનને HDL અને લો ડેંસિટીવાળા લિપોપ્રોટીનને LDL તરીકે ઓળખવામાં આવે છે. HDLને ગુડ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે અને તે 50mg/dL અથવા તેનાથી વધુ હોવું જોઈએ. તમારા શરીરમાં LDLએટલે કે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોવી જોઈએ. ભારતીયો માટે LDL કોલેસ્ટ્રોલ 100 mg/dL કરતાં ઓછું હોવું જોઈએ, કેમકે વિશ્વની બાકીની વસ્તી કરતાં હૃદય રોગનું પ્રમાણ ભારતમાં વધુ છે.

કોલેસ્ટ્રોલના લક્ષણો

ઉચ્ચ કોલેસ્ટ્રોલના સામાન્ય રીતે કોઈ લક્ષણો હોતા નથી, પરંતુ જો સારવાર ન કરવામાં આવે તો તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. તે ઘણી વખત એક છુપાયેલું રિસ્ક ફેક્ટર હોય છે, જેનો અર્થ છે કે આપણો જીવ પણ જઈ શકે છે અને આપણને ખ્યાલ પણ આવતો નથી.

ભારતીય યુવાનોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? જવાબદાર કારણો જાણો hum dekhenge news

યુવાનોમાં કોલેસ્ટ્રોલ વધવાનું કારણ શું છે?

કોલેસ્ટ્રોલ વધવાનું કારણ જીવનશૈલી અને આહારની આદતો સાથે સંબંધિત છે, જેની શરૂઆત તમારા બાળપણના ચિપ્સના પેકેટથી થાય છે. સેચ્યુરેટેડ ફેટ્સ અને ટ્રાન્સ ફેટથી ભરપૂર પ્રોસેસ્ડ ફૂડ તેમજ ફાસ્ટ ફૂડનો ટ્રેન્ડ હાલમાં દર્શકોમાં આકાશને આંબી ગયો છે. અનહેલ્ધી ફૂડ હેબિટ્સ, ખરાબ લાઈફસ્ટાઈલ અને ફિઝિકલ એક્ટિવિટીની કમી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલને વધારે છે. ફેમિલી હિસ્ટ્રી અને ડાયાબિટીસ પણ તેનું કારણ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ આલિયા ભટ્ટની ગાયકી ઉપર પણ લોકો આફરિન, ચાહકોને બનાવ્યા દિવાના

Back to top button