ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

કેમ #BoycottCadbury થઈ રહ્યું છે ટ્રેન્ડ ? ચોકલેટમાં ગૌમાંસ હોવાનો દાવો, જાણો શું છે હકીકત

આપણા દેશમાં ચોકલેટનું નામ આવે એટલે મોટાભાગના મોંઢા પર Cadbury  નામ જ આવે છે. દરેક સારા અને ખુશીના પ્રસંગે Cadbury ખાવામાં આવે છે પણ હાલમાં તેના પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. Cadbury  સોશિયલ મીડિયા પર લોકો #BoycottCadbury ટ્રેન્ડ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેડબરીની પ્રોડ્કટોને બનાવવા માટે હલાલ સર્ટિફાઇડ જિલેટીનનો ઉપયોગ કરવામાં આવે છે, જે બીફમાંથી મળે છે.

Boycott Cadbury on trend Hum Dekhenege News 01

ટ્વિટર પર #BoycottCadbury ટ્રેન્ડ થઈ રહ્યું છે. ઘણા યુઝરો ઉત્પાદન બનાવતી વખતે બીફનો ઉપયોગ કરવા માટે કેડબરી અને તેના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. એવામાં એ જાણવું જરૂરી છે કે, શું ખરેખર કેડબરીની પ્રોડકટોને બનાવતા સમયે તેમાં ગૌમાંસમાંથી બનેલા હલાલ સર્ટિફાઇડ જિલેટીનનો ઉપયોગ થાય છે.

કેડબરી પ્રોડક્ટ્સમાં ગૌમાંસ હોવાનો દાવો

ગત વર્ષે જુલાઈ મહિનામાં પણ કેડબરીની પ્રોડક્ટને લઈને આ દાવો જ ખૂબ વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક સ્ક્રીનશૉટમાં કૅડબરીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ‘કૃપા કરીને ધ્યાન આપો, જો અમારી કોઈપણ પ્રોડક્ટમાં જિલેટીન હોય છે, તો તે હલાલ સર્ટિફાઇડ હોય છે અને બીફમાંથી મળે છે.’

ટ્વિટર પર કેડબરી પ્રોડક્ટ્સ સાથે જોડાયેલો સ્ક્રીનશોટ શેર કરતા એક યુઝરે લખ્યું કે કેડબરીની દરેક પ્રોડક્ટ હલાલ સર્ટિફાઇડ છે.

જ્યારે, એક અન્ય વપરાશકર્તાએ દાવો કર્યો કે કેડબરી ઉત્પાદનો હલાલ પ્રમાણિત અને બીફમાંથી મળેલા જિલેટીનમાંથી બનાવવામાં આવ્યા હોય છે. કેડબરીને ના કહો.

કેડબરીની સપષ્ટતા

આ બાબતે કેડબરીએ સ્પષ્ટતા આપી હતી કે સાવધાન! ટ્વીટમાં શેર કરવામાં આવેલો સ્ક્રીનશૉટ Mondelez/Cadbury સાથે સંબંધિત નથી, ભારતમાં બનાવેલ અને વેચાતી પ્રોડક્ટ્સ 100% શાકાહારી છે. રેપર પર લીલુ ટપકું તેનું પ્રતીક છે. જેવુ કે તમે સારી રીતે જાણો છો, આ પ્રકારની નકારાત્મક પોસ્ટ, આપણી સમ્માનિત અને પ્રિય બ્રાન્ડોમાં ગ્રાહકોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે.

કેડબરીએ કહ્યું હતું કે, અમે અમારા ગ્રાહકોને વિનંતી કરીએ છે કે, કૃપા કરીને તેને આગળ શેર કરતા પહેલા અમારી પ્રોડક્ટ સાથે સંબંધિત તથ્યોની ચકાસણી કરો. આશા છે કે અમે સ્પષ્ટ કરી દીધું છે.

આ પણ વાંચો : ‘ભારત જોડો યાત્રા’માં જોવા મળી સાઉથની અભિનેત્રી, રાહુલ ગાંધીનો હાથ પકડીને જોવા મળી

Back to top button