વૈશાખની પૂનમે કેમ છે સ્નાન અને દાનનું મહત્ત્વ? જાણો શુભ મુહૂર્ત
- વૈશાખની પૂનમે જે વ્યક્તિ સત્યનારાયણ ભગવાનની પૂજા અને તેમની કથાનો પાઠ કરે છે, કેળાના ફળ અને તુલસીપત્રનો ભોગ લગાવે છે, તેમના પરિવારમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે
હિંદૂ ધર્મમાં અમાસ અને પૂનમ બંને તિથિનું વિશેષ મહત્ત્વ છે. આ તિથિએ દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં વૈશાખ મહિનામાં આવતી પૂનમનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત રાખવાની પરંપરા છે. વૈશાખની પૂનમે જે વ્યક્તિ સત્યનારાયણ ભગવાનની પૂજા અને તેમની કથાનો પાઠ કરે છે, કેળાના ફળ અને તુલસીપત્રનો ભોગ લગાવે છે, તેમના પરિવારમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે.
પૂનમની તારીખ અને સ્નાન-દાનનો શુભ સમય
વૈશાખ પૂર્ણિમા તિથિનો આરંભઃ 22 મે સાંજે 7:47 થી
વૈશાખ પૂર્ણિમા તિથિની સમાપ્તિઃ 23 મે સાંજે 7.22 કલાકે
પૂર્ણિમા તિથિઃ 23 મે 2024
વૈશાખ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન માટે બ્રહ્મ મુહૂર્તઃ 23 મે સવારે 4:04 થી 4:45 સુધી
ચંદ્રોદયનો સમયઃ 24 મે સાંજે 7:12 કલાકે
બુદ્ધ પૂર્ણિમા પણ ઉજવાશે
આ ઉપરાંત વૈશાખ પૂનમને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં આ દિવસનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. ઉપરાંત, આ દિવસે, ભગવાન ગૌતમ બુદ્ધે સાત વર્ષની સખત તપસ્યા પછી બિહારના બોધગયાના બોધિ વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. આ ઉપરાંત ભગવાન ગૌતમ બુદ્ધનો મહાપરિનિર્વાણ સમારોહ એટલે કે તેમના જીવનનો અંતિમ દિવસ પણ વૈશાખ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
શું છે વૈશાખ પૂર્ણિમા 2024નું મહત્ત્વ
વૈશાખ પૂનમના દિવસે ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. વૈશાખ અમાસના દિવસે કપડાં, પૈસા, અન્ન અને ફળનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય આ દિવસે વાસણો, અનાજ અને સફેદ વસ્ત્રોનું દાન કરવું પણ લાભદાયક છે.
આ પણ વાંચોઃ કેવી રીતે થાય છે છાયા દાન, શનિ ગ્રહ સાથે શું છે કનેક્શન?