ગણેશ ચતુર્થીધર્મ

બાપ્પાની મૂર્તિને જળમાં જ શા માટે કરાય છે વિસર્જિત ? જાણો કથા

Text To Speech

દેશભરમાં ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો, દરેક જગ્યા ગણપતિ બપ્પા મોરિયાના જયકારા સાંભળવા મળે છે હવે ધીમે ધીમે સમય આવી ગયો છે ગણપતિને વિદાય આપવાનો. તેથી શુભ મૂહૂર્ત મુજબ લોકો બાપ્પાનો વિસર્જન કરે છે. 10 દિવસ સુધી બાપ્પાને ઘરમાં રાખ્યા પછી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિને જળમાં વિસર્જન કરાય છે. આ વર્ષે ગણપતિ વિસર્જન 9 સેપ્ટેમ્બરે ઉજવાશે. બાપ્પાને ઘરથી વિદાય કરવા ભક્તો માટે ખૂબ ભાવુક પળ હોય છે. ઘરમાં પરિવારના સભ્યની રીતે તેને વિદાય કરવુ ભક્તોને દુખી કરે છે પણ શું તમે જાણો છો ગણપતિને જળમાં જ શા માટે વિસર્જિત કરાય છે આવો જાણી તેના પાછળની કથા.

ગણેશ મહોત્સવના અંતિમ દિવસ ગણેશ વિસર્જનની પરંપરા છે. 10 દિવસીય મહોત્સવનો સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન પછી હોય છે. પરંપરા છે કે વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિને નદી, સમુદ્ર કે, પોતાના ઘરમાં જ જળમાં વિસર્જિત કરે છે. તેના પાછળ એક રોચક કથા છે એવુ માનવુ છે કે, ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશને સંભળાવી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી. જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયુ કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનુ તાપમાન ખૂબ વધી ગયુ હતુ તેમના શરીરનુ તાપમાન ઓછુ કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાય ગયા પછી તેમનુ શરીર અકડાય ગયુ અને શરીર પરથી માટી ખરવા માંડી. ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો.

કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને એે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો. ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમનુ વિસર્જન કરવામાં આવે છે. એવુ પણ કહેવાય છે કે છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીન રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે.

ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિનાં દેવ પણ માનવામાં આવે છે કારણ કે આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યનાં મસ્તિષ્કમાં અધિકાંશ તરળ ભાગ જ છે. આ માટે તો ગણપતિને ગણેશોત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ ગણપતિનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. ચતુર્થી અને ચતુર્દર્શી ગણેશજીની પ્રિય તિથિ છે. તેથી ગણેશજીની ન્યાસ ધ્યાન પૂજન અને વિસર્જન સદૈવ ચતુર્થી કે ચતુર્દશીના રોજ કરવામાં આવે છે. ગણેશજીના પ્રિય ભોગ મોદક અને લાડુ છે. લાલ રંગના ગુડહલના ફુલ ગણેશજીને પ્રિય છે.તેમનુ મુખ્ય અસ્ત્ર પાશ અને અંકુશ છે. શાસ્ત્રો મુજબ માટી દ્વારા અનંત નિર્મિત ગણેશજીની મૂર્તિઓ જે સ્થાપિત કરવામાં આવે છે તેમનું વિસર્જન કરવું અનિવાર્ય છે. તેથી શાસ્ત્રો મુજબ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન જળમાં જ થવું જોઈએ. ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળનાં થોડાંક ટીપા અને શેષ શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનુ વિસર્જન કરો. વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજા કરો.

ગણપતિ વિસર્જન વિધિ 

વિસર્જન પહેલાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિની વિધિવત ષોડશોપચાર પૂજન આરતી કરો. ગણપતિજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો. 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાંથી 5 લાડુ મૂર્તિ પાસે ચઢાવો અને 5 બ્રાહ્મણને પ્રદાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો. ત્યારબાદ ગણેશજીને 21 દૂર્વા (ૐ વં વક્રતુંડાય નમો નમ:)નાં મંત્રો સાથે ચઢાવો. ત્યારબાદ ગણપતિજીની કેસરિયા ચંદન, ચોખા, દૂર્વા અર્પિત કરી કપૂર સળગાવીને તેમની પૂજા અને આરતી કરો અને મૂર્તિનું આ મંત્ર સાથે વિસર્જન કરી દો. હવે આ પવિત્ર પાણીને ઝાડ પર ચઢાવી દો. આવું કરવાથી ગણપતિજીની કૃપા સદૈવ તમારા પર બની રહેશે.

Back to top button