ટ્રેન્ડિંગધર્મ

અપરા એકાદશી કેમ છે મહત્ત્વની? કેવી રીતે કરશો વિષ્ણુ ભગવાનને પ્રસન્ન?

  • દર વર્ષે વૈશાખ વદ એકાદશીને અપરા એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. તેને જલક્રીડા એકાદશી અને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે

વૈશાખ મહિનો અત્યંત ગરમ છે, આ સમયે સૂર્યનારાયણ દેવ તેમની ચરમસીમા પર હોય છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન તેમને જળ ચઢાવવામાં આવે તો સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને માન-સન્માન વધે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ આ મહિનો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો છે. આ મહિનામાં તેમની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. એટલું જ નહીં, આ મહિનામાં માતા ગંગા અને હનુમાનજીની પૂજાનું પણ ખૂબ મહત્ત્વ છે. દર વર્ષે વૈશાખ વદ એકાદશીને અપરા એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. તેને જલક્રીડા એકાદશી અને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અપરા એકાદશી એટલે અપાર પુણ્ય. માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના દુ:ખનો અંત આવે છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

અપરા એકાદશી ક્યારે છે?

પંચાંગ અનુસાર, અપરા એકાદશી 2 જૂન, 2024 ના રોજ સવારે 5:04 વાગ્યે શરૂ થશે. તે 3 જૂન, 2024 ના રોજ સવારે 2:41 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર આ વર્ષે અપરા એકાદશીનું વ્રત 2જી જૂને કરવામાં આવશે. જોકે આ વખતે બે દિવસ એકાદશીનું વ્રત આવી રહ્યું છે. તો ગૃહસ્થ લોકો 2 જૂનના રોજ એકાદશી કરશે, વૈષ્ણવ લોકો 3 જૂનના રોજ એકાદશીનું વ્રત કરશે.

અપરા એકાદશી 2024 વ્રતની પૂજન વિધિ

અપરા એકાદશીનું વ્રત શુભ પરિણામોથી ભરેલું છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરતા પહેલા એટલે કે દશમના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ. ત્યારબાદ એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને વિધિ-વિધાન પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયાન ભગવાનને તુલસીના પાન, ચંદન, ગંગા જળ અને મોસમી ફળોનો પ્રસાદ ચઢાવવો જોઈએ. ઉપવાસ કરનારા લોકોએ દિવસભર ખોરાક ન લેવો જોઈએ. તમે ફળાહાર કરી શકો છો. અપરા એકાદશીની સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુસહસ્રનામનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આ પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

અપરા એકાદશીએ કરો આ મંત્રોનો જાપ

અપરા એકાદશી કેમ છે મહત્ત્વની? કેવી રીતે કરશો વિષ્ણુ ભગવાનને પ્રસન્ન? hum dekhenge news

 

 

વિષ્ણુ મૂળ મંત્ર

ॐ नमोः नारायणाय॥

ભગવતે વાસુદેવાય મંત્ર

ॐ नमोः भगवते वासुदेवाय॥

વિષ્ણુ ગાયત્રી મંત્ર

ॐ श्री विष्णवे च विद्महे वासुदेवाय धीमहि। तन्नो विष्णुः प्रचोदयात्॥

શ્રી વિષ્ણુ મંત્ર

मंगलम भगवान विष्णुः, मंगलम गरुणध्वजः।
मंगलम पुण्डरी काक्षः, मंगलाय तनो हरिः॥

આ પણ વાંચોઃ ગુરુના ઉદય સાથે જ આ રાશિઓનો થશે ભાગ્યોદય, 2024 સુધી રહેશે મોજમાં

Back to top button