અમેરિકાના રક્ષામંત્રી ‘લોયડ ઓસ્ટિન’ કેમ આવી રહ્યા છે ભારત?
- અમેરિકાના રક્ષામંત્રી આજે આવશે ભારત
- ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત
- રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે
- જાણો ક્યા મુદ્દાઓ પર થશે ચર્ચા? વાંચો આ અહેવાલ
અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટિન આજે(4 જૂને) 2 દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત છે. આ દરમિયાન તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ બદલાતા વિશ્વ પરિદ્રશ્યમાં સંરક્ષણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 6 જૂને જર્મનીના રક્ષા મંત્રી બોરિસ પિસ્ટોરિયસ સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરવાના છે.
અમેરિકન રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું આવું
ઓસ્ટીને તાજેતરમાં જ જાપાન, સિંગાપોર, ફ્રાન્સ અને ભારતની મુલાકાતની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ રાજનાથ સિંહ અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરવા ભારતનો પ્રવાસ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બંને દેશો સાથે ઔદ્યોગિક ભાગીદારીને પ્રોત્સાહન આપતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
જર્મનીના મંત્રી પણ આગામી દિવસોમાં આવશે ભારત
જર્મનીના સંઘીય રક્ષામંત્રી પિસ્ટોરિયસ સોમવારે ઈન્ડોનેશિયાથી ભારત પહોંચશે. દ્વિપક્ષીય વાટાઘાટો ઉપરાંત પિસ્ટોરિયસ દિલ્હીમાં ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ (IDEX) દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ ડિફેન્સ સ્ટાર્ટ-અપ્સ સાથે જોડાયેલી કેટલીક કંપનીઓના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. ત્યારબાદ પિસ્ટોરિયસ મુંબઈમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેડક્વાર્ટર અને મઝગાંવ ડોક શિપયાર્ડની પણ મુલાકાત લેશે.
આ પણ વાંચો: રેસેપ તૈયપ એર્દોગને તુર્કીના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, સતત 2003થી છે રાષ્ટ્રપતિ