વર્લ્ડ

સાઉદી અરેબિયા પર કેમ ગુસ્સે થયું અમેરિકા ? :  સાંસદોએ આ પરિણામો ભોગવવાની આપી ધમકી

Text To Speech

ગયા અઠવાડિયે ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક પ્લસએ તેલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. OPEC+ જૂથોમાં સાઉદી અરેબિયા એક પ્રભાવશાળી શક્તિ હોવાનું માનવામાં આવે છે. તેલ ઉત્પાદક દેશોના સમૂહ ઓપેક પ્લસએ 5 ઓક્ટોબરે તેલ ઉત્પાદનમાં કાપની જાહેરાત કરી હતી, જેના કારણે આત્યારે અમેરિકા ખૂબ નારાજ છે. ઓપેક પ્લસ જૂથમાં સાઉદી અરેબિયાનું વર્ચસ્વ છે અને રશિયા પણ તેનો સભ્ય દેશ છે. અમેરિકી સરકાર સતત સાઉદી અરેબિયાને તેલ ઉત્પાદન વધારવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી, જેનાં માટે થોડા દિવસ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મનાવવા માટે સાઉદી અરેબિયા ગયા હતા. પરંતુ સાઉદી અરેબિયાએ તે નિર્ણયની અવગણના કરી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં હિંદુઓ પર સતત અત્યાચાર, 15 દિવસમાં ચોથી બાળકીનું અપહરણ

opec-meeting - Hum Dekhnege News

ઓપેક પ્લસએ કહ્યું છે કે,’યુક્રેન-રશિયાના યુધ્ધ, ચીનમાં વધી રહેલી કોવિડ-19 મહામારી અને અન્ય કેટલાક કારણોને કારણે વૈશ્વિક બજારમાં ઉથલપાથલ છે, તેથી આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો જાળવી રાખવા માટે તેલના ઉત્પાદનમાં ઘટાડો કરવો જરૂરી છે. આ નિર્ણય હેઠળ, OPEC+ દેશો દરરોજ તેલના ઉત્પાદનમાં 2 મિલિયન બેરલનો ઘટાડો કરશે. જેનાથી વૈશ્વિક બજારમાં તેલની કિંમતમાં વધારો થશે.’

શું કહ્યું હતું અમેરિકાએ ?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડ પણ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમનો એક ઉદ્દેશ્ય મધ્યમ ગાળા પહેલા સાઉદી અરેબિયાથી સપ્લાય કરવામાં આવતા ઘરેલું ગેસના ભાવમાં ઘટાડો કરવાનો હતો. પરંતુ સાઉદી મંત્રીએ કહ્યું કે તેલની આંતરરાષ્ટ્રીય કિંમત જાળવી રાખવા માટે આ કાપ જરૂરી છે. આ પગલાને કોઈપણ દેશે તેમનાં હિત અથવા નુકસાન તરીકે જોવું જોઈએ નહીં. જે બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેઓ ઓપેક પ્લસ દ્વારા તેલમાં કાપ મૂકવાના પગલાથી નારાજ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સાઉદી અરેબિયાની તેમની મુલાકાત ખૂબ જ નિરાશાજનક રહી હતી.

યુએસનાં સાંસદોએ આપી ચેતવણી

અમેરિકી સેનેટર ક્રિસ મર્ફીએ રવિવારે કહ્યું હતું કે ,’તે સ્પષ્ટ છે કે અમને સાઉદી અરેબિયા તરફથી એટલું સમર્થન મળ્યું નથી જેટલું અમને જોઈતું હતું. તેથી  અમારે સાઉદી સાથેના સંબંધો વિશે પણ વિચારવું પડશે.’  મર્ફીએ કહ્યું હતું કે,’ડેમોક્રેટ્સના અન્ય સભ્યો પણ ખાડી દેશો સાથેના સંબંધો પર પુનર્વિચાર કરવાના પક્ષમાં છે.’ અમેરિકાના અન્ય ત્રણ સાંસદોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે,’ગલ્ફ દેશો સાથેના સંબંધોમાં અમેરિકા માટે મહાસત્તાની ભૂમિકામાં આવવાનો સમય હવે આવી ગયો છે. તેમણે ચેતવણી આપી હતી કે જ્યારે તેમણે તે વિકલ્પ પસંદ કર્યો છે, તો તેમણે તેના પરિણામો માટે પણ તૈયાર રહેવું પડશે.’

US-Saudi-Flags - Hum Dekhenge News

રશિયાને મદદ કરવાનો સાઉદી અરેબિયાનો હેતુ

અમેરિકી સેનેટર ક્રિસ મર્ફીએ કહ્યું હતું કે,’જ્યારે આખી દુનિયામાં ચિપ્સની અછત હતી ત્યારે સાઉદી અરેબિયાએ અમેરિકાને મદદ કરવાને બદલે રશિયાને ટેકો આપ્યો હતો. હવે સાઉદી અરેબિયા તેલની કિંમતો વધારીને તે રશિયાને મદદ કરી રહ્યું છે. સાઉદી અરેબિયાનું આ રશિયન સમર્થન આપણા યુક્રેન જોડાણને નબળું પાડવાનો પ્રયાસ છે. તેથી સાઉદી અરેબિયાને આના પરિણામ ભોગવવા પડશે.’

શસ્ત્રોની નિકાસ પર પુનર્વિચારણા

ક્રિસ મર્ફીએ કહ્યું હતું કે ,’અમેરિકા, સાઉદી અરેબિયાને મોટી માત્રામાં હથિયાર સપ્લાય કરે છે, હવે આપણે તેના પર વિચાર કરવો પડશે. તેમણે કહ્યું હતું કે ઓપેક પ્લસનાં દેશોને છૂટ પર શસ્ત્રો વેચવામાં આવે છે, જે છૂટ આપણે ખતમ કરવાની જરૂર છે.’

સાઉદીમાં અમેરિકી દળોની હાજરીને પણ ધ્યાનમાં લેવાય છે

તેલ ઉત્પાદન ઘટાડવાના નિર્ણય બાદથી અમેરિકન સાંસદો સાઉદી અરેબિયા પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રવિવારે, ત્રણ સાંસદોએ સાઉદી અરેબિયામાં હાજર યુએસ સૈન્યને પાછી ખેંચવા માટે ગૃહમાં બિલ પણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે,’આપણી સેના અને સૈન્ય સાધનોની જરૂરિયાત બીજી જગ્યાએ પણ છે. ‘

Back to top button