ધર્મ

બાળકને નજર ન લાગે એટલે કેમ કરવામાં આવે છે કાજળનું ટપકું, શું કહે છે શાસ્ત્ર

નાનાં બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કાજળનું ટપકું કરવામાં આવે છે. એવામાં આ પાછળનાં ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, બાળકને ખરાબ નજરથી બચાવવા માટે કાજળનું ટપકું કરવામાં આવે છે. આ પ્રથાનું પાલન લગભગ ભારતનાં દરેક ઘરોમાં કરવામાં આવે છે. અમારા જ્યોતિષ એક્સપર્ટ ડો. રાધાકાંત વત્સ જણાવી રહ્યા છે કે શું ખરેખર કાજળનું ટપકું કરવાથી નજર દોષ દૂર થાય છે? આ બાબતે વૈજ્ઞાનિક તર્ક શું છે?

નજર દોષ શું છે? : ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો, નજર દોષ એટલે ખરાબ નજર. જો કોઈ કોઈનું ખરાબ વિચારે અથવા તેના મનમાં કોઈનું અહિત કરવાનો પ્રયત્ન કરે તો થાય છે. એવામાં એ વ્યક્તિની નજરમાં દોષ ઉત્પન્ન થાય છે અને તેની અંદરની નકારાત્મકતા તેની આંખોમાં દેખાવા લાગે છે. આવી વ્યક્તિ જ્યારે કોઈ બીજી વ્યક્તિને જોવે છે તેની દૂષિત નજરોથી એ જ નકારાત્મકતા સામેની વ્યક્તિ સુધી પહોંચે છે. તેને ખરાબ નજર તરીકે ઓળખવામાં આવે છે. તો સાયન્સમાં ખરાબ નજર એટલે કે એવિલ આઈને નકારાત્મકતા સાથે જોડવામાં આવે છે. એટલે કે નકારાત્મક શક્તિ, જે બીજાંને નબળાં બનાવે છે.

કાજળનું ટપકું કરવાનો ધાર્મિક તર્ક : ધાર્મિક કે શાસ્ત્રોક્ત તર્ક એ કહે છે કે, બાળકોને ખરાબ નજર બહુ જલદી લાગે છે, જેનું કારણા છે, બાળકોની આંતરિક ક્ષમતા બહુ નબળી હોય છે. આમ તો કાળો રંગ અશુભ ગણાય છે અને તે નકારાત્મક શક્તિઓનો સૂચક ગણાય છે. પરંતુ આ રંગ નકારાત્મકતાને દૂર રાખવામાં પણ કારગર છે. જે રીતે લોખંડ જ લોખંડને કાપે છે, એ જ રીતે કાળો રંગ નકારાત્મક પ્રભાવને ઓછો કરી તેને બાળક પર હાવી થતાં અટકાવે છે. એટલું જ નહીં, કાળો રંગ રાહુના દુષ્પ્રભાવને ઓછો કરવામાં પણ બહુ પ્રભાવી છે. વધુમાં કાળો રંગ શનિદેવને પ્રિય હોવાના કારણે બાળકો પર હંમેશાં શનિદેવની કૃપા રહે છે.

કાજળનું ટપકું કરવાનો વૈજ્ઞાનિક તર્ક : વિજ્ઞાન અનુસાર, દરેક માનવ શરીરમાં ઈલેક્ટ્રોનિક મેગ્નેટિક રેડિએશન એટલે કે વિદ્યુત ચુંબકિય વિકિરણ હોય છે, જે મોટાંની તુલનામાં બાળકોમાં બહુ ઓછાં હોય છે, એવામાં એવિલ આઈ એટલે કે ખરાબ નજર પડતાં બાળકોમાં આ જ રેડિએશન બહુ ઝડપથી પ્રભાવિત થાય છે. તેનાથી બાળકનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે અથવા તેના મન પર અજીબ અસર થવા લાગે છે, જેના કારણે બાળકના વ્યવહારમાં અસાધારણ બદલાવ આવવા લાગે છે. વિજ્ઞાનમાં પણ એવું માનવામાં આવ્યું છે કે, કાળા રંગથી બોડીમાં રહેલ ઈલેક્ટ્રોનિક મેગ્નેટિક રેડિએશનને મજબૂત બનાવી શકાય છે. તો આ હતું શાસ્ત્ર અને વિજ્ઞાનનો બાળકોને કાજળનું ટપકું કરવા પાછળનો તર્ક.

Back to top button