મંત્રોના ઉચ્ચારણ પહેલા કેમ લગાવાય છે ૐ? જાણો તેનો અર્થ અને મહત્ત્વ
- માન્યતા અનુસાર મંત્રોના ઉચ્ચારણ દરમિયાન ‘ૐ’ શબ્દનો પ્રયોગ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે, પરંતુ શું તમે જાણો છો કે મંત્રોના ઉચ્ચારણ પહેલા આખરે ‘ૐ’ શબ્દનું ઉચ્ચારણ કરવાનું સાચુ કારણ શું છે?
હિંદુ ધર્મ ગ્રંથોમાં અનેક શક્તિશાળી મંત્રો અંગે જણાવવામાં આવ્યું છે. દરેક મંત્ર પહેલા ‘ૐ’ નું ઉચ્ચારણ કરવામાં આવે છે. તમામ મંત્રોનો પ્રારંભ ‘ૐ’થી થાય છે. હિન્દુ ધર્મમાં શુભ કાર્યો પહેલા પૂજા પાઠ દરમિયાન અનેક પ્રકારના મંત્રોનો જાપ કરવામાં આવે છે. આ મંત્રોના ઉચ્ચારણ પહેલા ‘ૐ’ લગાવવામાં આવે છે. માન્યતા અનુસાર મંત્રોના ઉચ્ચારણ દરમિયાન ‘ૐ’ શબ્દનો પ્રયોગ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે, પરંતુ શું તમે જાણો છો કે મંત્રોના ઉચ્ચારણ પહેલા આખરે ‘ૐ’ શબ્દનું ઉચ્ચારણ કરવાનું સાચું કારણ શું છે?
‘ૐ’ શબ્દનો અર્થ
‘ૐ’ શબ્દ ત્રણ અક્ષર મળીને બન્યો છે. અ, ઉ અને મ. આ એક શબ્દને સમગ્ર સૃષ્ટિનું પ્રતીક માનવામાં આવ્યું છે.
કઠોપનિષદમાં થયું છે વર્ણન
કઠોપનિષદ કૃષ્ણ યજુર્વેદની કઠ શાખા હેઠળ આવે છે. કઠોપનિષદમાં બે અધ્યાય છે અને દરેક અધ્યાયમાં ત્રણ ભાગ છે. તેમાં 119 શ્લોક છે. આ ઉપનિષદ પણ શાંતિપથથી શરૂ થાય છે, જે કૃષ્ણ યજુર્વેદ માટે અદ્વિતીય છે. આ ઉપનિષદમાં દરેક મંત્રની આગળ ‘ૐ’ કેમ લગાવાય છે તે વિશે જણાવાયું છે.
તે અંતર્ગત ‘ૐ’ શબ્દમાં વેદોનો સાર, તપસ્વી અને યોગીઓનો સાર સમાયેલો છે. જ્યારે પણ આપણે મંત્રોનો જાપ કરીએ છીએ તો તેની શરૂઆત ‘ૐ’થી કરીએ છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે જ્યારે આપણે કોઈ મંત્ર પહેલા ‘ૐ’ લગાવીએ છીએ તો તે મંત્રની શક્તિ વધી જાય છે અને તે સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે.
એવી માન્યતા છે કે ‘ૐ’ વગર કોઈ પણ મંત્ર ફળદાયી સાબિત થતો નથી. ‘ૐ’ લગાવવાથી તે મંત્રની શક્તિ અનેક ગણી વધી જાય છે. એક માન્યતા અનુસાર જ્યારે આપણે કોઈ મંત્રના જાપ પહેલા જ ‘ૐ’ લગાવીએ છીએ તો તે મંત્રના જાપ દરમિયાન થયેલી ભુલ પણ માન્ય થઈ જાય છે. ‘ૐ’ શબ્દનો પ્રયોગ કરી લેવાથી મંત્રોના ઉચ્ચારણ દરમિયાન જો કોઈ અશુદ્ધિ હોય તો વ્યક્તિને કોઈ પ્રકારનો વાસ્તુ દોષ લાગતો નથી.
આ પણ વાંચોઃ 5 ફેબ્રુઆરી બાદ આ રાશિઓના શરૂ થશે સારા દિવસ, બંપર લાભ મળશે