ગુજરાતટોપ ન્યૂઝ

ભારતમાં કેમ થઇ રહી છે, PM બોરિસ જ્હોન્સન માફી માગે તેવી માંગ

Text To Speech

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ભારતની મુલાકાતે આવ્યા છે, અને ખાસ કરીને જ્યારે ગુજરાતનાં મોંઘેરા મહામન બન્યા છે ત્યારે દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં PM બોરિસ જ્હોન્સન લોકોની માફી માગે તેવી માંગ તિવ્ર થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વસાહતી યુગના નરસંહારના 100 વર્ષ પૂરા થયાના સમયે જ આ નરસંહાર માટે જવાબદાર ગણવામાં આવતા ત્યારના અંગ્રેજ શાસનનાં બદલામાં આજનાં બ્રિટન PM પાસે આ નરસંહાર બદલ માફી માગવાની માંગ થઇ રહી થે.

આઝાદીની ચળવળ સમયે ગુજરાતમાં બ્રિટિશ શાસનનો વિરોધ કરતી વખતે 1200 લોકો માર્યા ગયા હતા કે કહી શકાય કે તે લોકોને મારવામાં આવ્યા હતા. આ દુ:ખ ઘટના એટલે કે પાલ-દધવને ગયા મહિને 100 વર્ષ પૂર્ણ થયા છે. ઈતિહાસકારો કહે છે કે સમાજ સુધારક મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં લગભગ 2000 આદિવાસીઓ અંગ્રેજોના શોષણ, જબરદસ્તી મજૂરી અને ઊંચા કર સામે વિરોધ કરી રહ્યા હતા. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, બ્રિટિશ મેજર એચજી સટ્ટને તેમના સૈનિકોને તેમના પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. “યુદ્ધના મેદાનની જેમ, સમગ્ર વિસ્તાર મૃતદેહોથી ભરાઈ ગયો હતો.” વધુમાં એવું પણ કહેવાય છે કે, “મૃતદેહો બે કૂવામાં ટોચ સુધી તરી રહ્યાં હતાં.” ગુજરાત દ્વારા આ વર્ષે વાર્ષિક પ્રજાસત્તાક દિવસે આયોજિત પ્રદર્શનમાં આ હત્યાઓને “આદિવાસીઓની હિંમત અને બલિદાનની અકથિત વાર્તા” તરીકે રજૂ કરવામાં આવી હતી. એક રિલીઝમાં આ ઘટનામાં મૃતકોની સંખ્યા 1200 હોવાનું જણાવવામાં આવ્યું હતું.

બ્રિટિશ PM જોન્સન આજકાલ ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદ પહોંચી ગયો છે. તેમની બે દિવસીય ભારત મુલાકાત આજથી શરૂ થઈ રહી છે, ત્યારે શ્રી તેજાવતના પૌત્ર મહેન્દ્રએ એએફપીને કહ્યું: “જ્યારે હત્યાઓ થઈ ત્યારે તે બ્રિટિશ શાસન હતું. જો બ્રિટિશ વડા પ્રધાન અહીં આવી રહ્યા છે, તો તેમણે માફી માંગવી જોઈએ.” 77 વર્ષીય મહેન્દ્ર કહે છે, “મારા પિતા ગરીબ, નબળા અને અશિક્ષિત આદિવાસીઓ માટે જ આંદોલન કરતા હતા.” જો બોરિસ જોન્સનને લાગે છે કે નિઃશસ્ત્ર આદિવાસીઓ સાથે કંઈક ખોટું થયું છે, તો તેણે માફી માંગવી જોઈએ.

Back to top button