ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

મોરબીની ઘટના પર ED અને CBI કેમ પગલાં નથી લઈ રહી ? મમતાએ મોદી સરકાર પર સાધ્યું નિશાન

Text To Speech

મોરબી બ્રિજ અકસ્માતની ઘટનાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મોરબીની ઘટનામાં સંડોવાયેલા ગુનેગારો સામે ED અને CBI શા માટે કાર્યવાહી નથી કરી રહી. મમતાએ કહ્યું કે અકસ્માતની જવાબદારી નક્કી થવી જોઈએ. મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને ગુજરાતની ભાજપ સરકારની ટીકા કરતા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમોએ કહ્યું કે, “ઈડી, સીબીઆઈ કેમ કાર્યવાહી નથી કરી રહી? તેઓ માત્ર સામાન્ય લોકો સામે કાર્યવાહી કરે છે.”

મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, જવાબદારી નિશ્ચિત થવી જોઈએ… હું PM વિશે કંઈ બોલીશ નહીં કારણ કે તે તેમનું રાજ્ય છે… હું આ મુદ્દે કોઈ રાજકારણ નહીં કરું. નોંધનીય છે કે, રવિવારે સાંજે બનેલા મોરબી બ્રિજ અકસ્માતમાં કુલ 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સીએમ મમતાએ કહ્યું, “હું આના પર ટિપ્પણી નહીં કરું કારણ કે રાજકારણ કરતા લોકોનું જીવન વધુ મહત્વનું છે. હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘણા લોકોના મોત થયા છે અને ઘણા હજુ પણ લાપતા છે.” બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે મોરબીની ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ હેઠળ ન્યાયિક પંચની રચના કરવી જોઈએ.

મમતા તામિલનાડુના સીએમને મળશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને મળશે. આ મીટિંગ પહેલા તેણીએ કહ્યું, “આજે હું તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને મળીશ, તેઓ મારા રાજકીય મિત્ર છે. આ એક સૌજન્ય મુલાકાત છે. હું ચેન્નાઈ જઈ રહી છું. જ્યારે પણ બે રાજકીય વ્યક્તિઓ મળે છે, ત્યારે તેમની સાથે જોડાયેલી બાબતો ચર્ચામાં આવે છે. અમે સંપૂર્ણ રીતે CAA વિરુદ્ધ છીએ અને અમે CAAનો વિરોધ કરીએ છીએ. તેઓ ગુજરાતની ચૂંટણીને કારણે આ રમત રમી રહ્યા છે.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટનાને ત્રણ દિવસ છતાં કંપનીના માલિક કે પરિવારજનો દ્વારા કોઈ સાંત્વના નહીં, ઉલટાનું આપ્યું આવું વિચિત્ર નિવેદન

Back to top button