ધર્મ

વિવાહ પંચમીના દિવસે માતા પિતા કેમ નથી કરતા કન્યાદાન?

Text To Speech

માગસર મહિનાના શુક્લ પક્ષની પાંચમને વિવાહ પંચમી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે વિવાહ પંચમીના દિવસે માતા સીતાના લગ્ન પ્રભુ શ્રીરામ સાથે થયા હતા. તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસનુ વિશેષ મહત્ત્વ છે. વિવાહ પંચમી આ વખતે 28 નવેમ્બરે છે. આ દિવસે ઘણી જગ્યાઓએ ભગવાન રામ અને સીતા માતાના વિવાહોત્સવનુ આયોજન કરાશે. જોકે આ દિવસે માતા-પિતા પોતાની દિકરીના લગ્ન કરવાથી બચે છે. આ તિથિને વિવાહ માટે અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ કે વિવાહ પંચમીની પુજાવિધિ અને શુભ મુહુર્ત અને માતાપિતા કેમ આ દિવસે કન્યાદાન કરતા નથી.

વિવાહ પંચમીનુ મુહુર્ત અને સ્થિતિ
પંચાગ અનુસાર આ વર્ષે માગસર મહિનાની શુક્લ પક્ષની તિથિ 27 નવેમ્બરે સાંજે 4.25 વાગ્યે શરૂ થઇ જશે. તે 28 નવેમ્બર બપોરે 1.35 સુધી રહેશે. ઉદયા તિથિમાં પુજા કરવાી માન્યતાઓ અનુસાર વિવાહ પંચમી 28 નવેમ્બરે મનાવાશે. આ દિવસે તમે ઘરમાં સીતા-રામના લગ્ન કરાવી શકો છો.

વિવાહ પંચમી પર એટલે નથી થતા લગ્નો
ધાર્મિક માન્યતાઓ અનુસાર વિવાહ પંચમીને લગ્ન માટે શુભ માનવામાં આવતી નથી કેમકે માતા-પિતા આ દિવસે પોતાની દિકરીનુ કન્યાદાન કરવાનુ અશુભ માને છે. ભગવાન શ્રીરામ અને સીતા માતાને પોતાના જીવનમાં અનેક કષ્ટ ઉઠાવવા પડ્યા હતા. શ્રીરામને મળેલા વનવાસના કારણે સીતામાતાએ પણ તેમની સાથે જવુ પડ્યુ હતુ. આ કારણે વિવાહ પંચમીના દિવસે લગ્નો થતા નથી. ખાસ કરીને છોકરીના માતા-પિતા દિકરીના લગ્ન કરતા નથી.

આ પણ વાંચોઃ બુધ ગોચરથી આ રાશિના લોકો પર થશે ધન વર્ષા

વિવાહ પંચમીની પુજાવિધિ
સવારે ઉઠીને સુર્યને જળ અર્પણ કરીને તમારા દિવસની શરૂઆત કરો. પુજાઘરમાં બાજઠ પર પીળુ કપડું પાથરીને માતા સીતા અને રામ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન રામને પીળા અને માતા સીતાને લાલ વસ્ત્રો પહેરાવો. ત્યારબાજ બાળકાંડમાં અપાયેલા વિવાહ પ્રસંગનો પાઠ કરો અને ઓમ જાનકીવલ્લભાય નમઃ પાઠનો જાપ કરો. ત્યારબાદ ભગવાન શ્રીરામ અને માતા સીતાનુ ગઠબંધન કરો. ત્યારબાદ આરતી અને પ્રસાદ કરો.

Back to top button