ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

છોકરીઓ શા માટે પહેલા પ્રપોઝ કરતી નથી? શું છે કારણો

  • છોકરાઓ શા માટે સામેથી પ્રપોઝ કરવાનું વિચારે છે?
  • છોકરીઓ તેમની લાગણીઓ ખુલીને જાહેર કરતા ખચકાય છે
  • ભલે આજે છોકરીઓ ખભા મિલાવીને ચાલતી હોય, પરંતુ આ વાતમાં છે પાછળ

આજે છોકરીઓ દરેક ક્ષેત્રમાં છોકરાઓ સાથે ખભે ખભા મિલાવીને ચાલી રહી છે. સ્ત્રી તેના સમાન અધિકારો માટે ઉગ્ર લડત આપી રહી છે, પરંતુ કેટલીક બાબતોમાં તે પોતાની જાતને છોકરાઓથી પાછળ રાખવામાં સંતોષ માને છે. પ્રેમમાં પ્રથમ અભિવ્યક્તિની વાત હોય તો છોકરીઓ થોડી પાછળ જ રહેવા ઇચ્છે છે. આ આધુનિક યુગમાં પણ છોકરાઓની સાથે ભાગ્યે જ એવું થાય છે કે એક છોકરી તેમની સામે ઘૂંટણિયે બેસીને પોતાના દિલની વાત કરી રહી હોય.

આમાં વાંક છોકરીઓનો પણ નથી, આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક આ વાત સાબિત થઈ છે કે પ્રપોઝ કરવાની જવાબદારી માત્ર છોકરાઓના માથે જ છે. ધીમે ધીમે છોકરીઓએ પણ પોતાની પસંદના છોકરાને પ્રપોઝ કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેનું પ્રમાણ ઓછુ છે. કેટલાક એવા કારણો છે જે તેમને આવું કરતા પહેલા સો વાર વિચારવા મજબૂર કરે છે. આ કારણે છોકરીઓ પહેલા પ્રપોઝ કરતી નથી .

વોન્ટેડનો અનુભવ કરવા ઇચ્છે છે

કેટલાક અભ્યાસમાં સામે આવ્યુ છે કે છોકરીઓને છોકરાઓની તુલનામાં ડેટ માટે કોઇ પૂછે તે વધુ ગમતુ હોય છે. આ તર્ક પ્રપોઝ માટે પણ લાગુ પડે છે. છોકરીઓને લાગે છે કે તેમના ઘણા ચાહકો છે જે તેમની રાહ જોઈ રહ્યા છે. એમાં કોઈ શંકા નથી કે દરેક વ્યક્તિ એવું અનુભવવા માંગે છે. જો કે ઘણી છોકરીઓ તેને ક્યાંક ને ક્યાંક તેને પ્રાથમિકતા તરીકે જુએ છે, જેના કારણે તેઓ ક્યારેય છોકરાઓને પહેલા પ્રપોઝ કરતી નથી.

રિજેક્શનથી લાગે છે ડર

પ્રેમમાં રિજેક્ટ થવાનો ડર કોને નથી હોતો? પરંતુ છોકરીઓ આ બાબતમાંથી પસાર થવા ઇચ્છતી નથી. તેમના માટે, પ્રેમમાં અસ્વીકાર એ એક આંચકા સમાન છે, જેમાંથી બહાર આવવામાં તેમને ઘણો સમય લાગી જાય છે. આ સાથે, તેમને પોતાની સેલ્ફ વર્થ પણ ઓછી લાગવા લાગે છે.

છોકરીઓ શા માટે પહેલા પ્રપોઝ કરતી નથી? શું છે કારણો hum dekhenge news

છોડી દેવાનો ડર

છોકરીઓ પ્રપોઝ કરવાનું ટાળે છે કારણ કે તેઓ હંમેશા ડરે છે કે છોકરો તેની કદર નહીં કરે અને દરેક વાત પર તેને છોડી દેવાની ધમકી આપશે. ઘણી વાર એવું પણ સાંભળવું પડતું હોય છે કે તેં જ મને પ્રપોઝ કર્યું હતું, હું તારી પાસે આવ્યો નથી. આ બધું વિચારીને જ છોકરીઓ પ્રપોઝ કરવાની હિંમત નથી દાખવતી. તેમને લાગે છે કે એકવાર તેઓ પ્રેમમાં ઝુક્યા પછી તેમને હંમેશા સંબંધમાં નમવું પડશે.

બોલ્ડનો ટેગ મળી જાય છે

જે છોકરીઓ પોતાની પસંદના છોકરાને પ્રપોઝ કરવામાં ખચકાટ અનુભવતી નથી, છોકરાઓ આવી છોકરીઓને બોલ્ડ અને ઈઝીલી અવેઇલેબલ માની લે છે. દેખીતી રીતે, કોઈ પણ છોકરી પોતાના માટે આ પ્રકારની વિચારસરણી સહન કરી શકતી નથી, તેથી છોકરીઓ ફક્ત સંકેતો આપીને તેમના પ્રેમને વ્યક્ત કરવાનું યોગ્ય માને છે .

ડેસ્પેરેટ લાગે છે

સદીઓથી છોકરાઓ જ છોકરીઓને પ્રપોઝ કરતા આવ્યા છે. આવી સ્થિતિમાં, જો કોઈ છોકરો તેની પ્રિય છોકરીને મેળવવા માટે પાગલની જેમ પ્રયાસ કરે છે, તો તે રોમેન્ટિક કહેવાય છે. પરંતુ જો છોકરીઓ આવું કંઇક કરે છે, તો તેને ડેસ્પરેટ કહેવામાં આવે છે. કેરેક્ટરલેસ જેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ બધું વિચારીને, છોકરીઓ તેમની સામે હોવા છતાં પણ તેમના સપનાનાં રાજકુમારને તેમની લાગણીઓ કહેવાનું જોખમ લેતી નથી.

આ પણ વાંચોઃ મોંઘા લગ્નો કરનાર કપલના સંબંધો જોખમમાંઃ અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

Back to top button